Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવી છે. હવે સૂતકાર આ આચારાંગના અધ્યયનનું શું ફળ પ્રાપ્ત થાય છે તે બતાવે છે –.જે વ્યકિત આ આચારાંગનું ભાવસહિત અધ્યયન કરે છે તે વ્યકિતને આત્માનું સ્વરૂપ બરાબર જાણવા મળે છે. એટલે કે–આચારાંગ પ્રતિપાદિત યિારૂપ પરિણામથી જયારે તે પરિણત થઈ જાય છે. ત્યારે તે આત્માસ્વરૂપ બની જાય છે. તેથી તેને આત્મા કેવો હોય છે તેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ક્રિયા આચરણ-ચારિત્ર જ જેને સારું છે તેવું જ્ઞાન જ કલ્યાણકારી હોય છે, તે વિષય બતાવવાને માટે ક્રિયા પરિણામનું કથન કરીને હવે સૂત્રકાર જ્ઞાનના વિષયમાં કહે છે કે “gવં ભાગ જે જીવ આ આચારાંગનું ભાવ સહિત અધ્યયન કરે છે તે સર્વ પદાર્થ સમૂહને જાણ કાર થઈ જાય છે તથા “gવં વિઘણા અનેક વિધ જ્ઞાનવાળો થાય છે. તેનું તાત્પર્ય એ છે કે જે રીતે આચારાંગમાં પરસમય (પર સિદ્ધાંત)ના નિરાકરણપૂર્વક સ્વસમય સ્થાપિત થયે છે. એ જ પ્રમાણે તેનું અધ્યયન કરનાર પણ પર સમય અને સ્વસમયનો જ્ઞાતા થઈને પરસમયનું નિરાકરણ કરનાર અને સ્વસમયને સ્થાપક થાય છે. આ રીતે તે એક વધારે વિશિષ્ટ વ્યકિત બની જાય છે. હવે સૂત્રકાર વકત
વ્યનો ઉપસંહાર કરતાં કહે છે કે આચાર, ગોચર, વિનય આદિના કથનથી આ આચારાંગમાં ચરણ-વિવિધ વ્રત, શ્રમણ ધર્મ, સંયમ આદિની કરણ અનેકવિધ પિંડ વિશુદ્ધિ, સમિતિ આદિની સામાન્ય રીતે તથા વિશેષરૂપે પ્રરૂપણ કરવામાં આવી છે. વચનરૂપ પર્યાયથી અથવા નામાદિ ભેદથી તેમનું કથન કરાયું છે. સ્વરૂપનું કથન કરીને તેમની સારી રીતે વિવેચના કરવામાં આવી છે. ઉપમાન, ઉપમેયભાવ આદિ દ્વારા તેમની સારી રીતે પુષ્ટિ કરવામાં આવી છે. ભવ્ય જીના ક૯યાણની ભાવનાથી તેમનું વારંવાર કથન કરાયું છે. તથા ઉપનય અને નિગમન એ બન્નેની દષ્ટિએ અથવા સકળ નોના અભિપ્રાયની અપેક્ષાએ તેમની સ્થાપના શિની મતિમાં એવી રીતે કરવામાં આવી છે કે તેમના મનમાં કોઈ પણ પ્રકારનો સંદેહ રહેવા પામે નહીં આ પ્રમાણે પોતાના શિષ્ય જંબુસ્વામીને સૂત્રકાર સુધર્મા સ્વામી કહે છે કે “હે જંબૂ! તમે મને જે આચારાંગનું સ્વરૂપ પૂછ્યું તે જ્ઞાનાચાર આદિરૂપ છે. આ પ્રમાણે આ વિષય સમજ. સૂ. ૧૭૪
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૬૩