Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ સંખ્યાત છે. આ પદોના અર્થ આચારાંગ સૂત્રનું નિરૂપણ કરતી વખતે આપી દેવામાં આવ્યા છે. અગેાની અપેક્ષાએ આ અંગ બીજી છે. તેમાં એ શ્રુતસ્ક ધ છે. પહેલા શ્રતક ધમાં ૧૬ અને બીજામાં છ અધ્યયન મળીને કુલ ૨૩ અધ્યયન છે. તેત્રીસ (૩૩) ઉદ્દેશનકાળ છે, જે આ પ્રમાણે છે—પહેલા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનમાં ૪ ઉદ્દેશનકાળ, બીજામાં ૩, ત્રીજામાં ૪. ચેાથામાં ૨, પાંચમાંમાં ૨ તથા ખાકીના અગિયાર અધ્યયનમાંના પ્રત્યેક અધ્યયનમાં એક એક ઉદ્દેશનકાળ છે. ખીજા શ્રુતસ્કંધના સાતે અધ્યયનમાંના પ્રત્યેક અધ્યયનમાં એક એક ઉદ્દેશનકાળ છે. આ રીતે બન્ને શ્રુતસ્કંધાના અધ્યયનાના ઉદેશનકાળના સરવાળા ૩૩ થાય છે, સમુદ્દેશનકાળ પણ ૩૩ છે. આ અંગમાં છત્રીસ હજાર (૩૬૦૦૦) પદ છે, સ`ખ્યાત અક્ષર છે, અનત ગમ છે, અન ́ત પર્યાય છે, અસંખ્યાત ત્રસ છે, અને અનંત સ્થાવર છે. ઉપરાંકત સઘળા ભાવ જિનદેવ દ્વારા કથિત છે. એ દ્રવ્યાથિક નયની અપેક્ષાએ શાશ્વત-નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ કૃત-અનિત્ય છે સૂત્રમાં નિબદ્ધ છે અને નિકાચિત છે. તેમની પ્રરૂપણા આ અંગમાં સામાન્ય તથા વિશિષ્ટ રીતે કરવામાં આવી છે. બાકીના આ ક્રિયાપદોના અર્થ આચારાંગનું નિરૂપણ કરતી વખતે આપી દેવામાં આવ્યેા છે. જે વ્યકિત આ અંગનું અધ્યયન કરે છે તે સમસ્ત પદાર્થીના જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે આ અંગમાં ચરણ પ્રરૂપણા અને કરણપ્રરૂપણા આખ્યાત થયેલ છે. પ્રજ્ઞપ્ત થયેલ છે, પ્રરૂપિત થયેલ છે, દર્શિત થયેલ છે. નિર્દેશિત થયેલ છે અને ઉપદર્શિત છે. આ બધાં ક્રિયાપદોને અથ આચારાંગનું નિરૂપણ કરતી વખતે આપી દીધા છે. આ સૂત્રકૃતાંગનું ઉપર પ્રમાણેનુ' સ્વરૂપ છે.
માવાર્થ--‘સૂત્રોત” પદમાં ‘સૂત્ર’ અને ‘કૃત’એ બે શબ્દ છે. તેના અથ આ પ્રમાણે છે-સૂત્રરૂપે જેની રચના થઈ છે તે સૂત્રકૃત કહેવાય છે. सूचनात् સૂત્રં-જીવાર્દિક પદાર્થોના જે બેધ કરાવનાર હોય છે તેને ‘સૂત્ર’ કહે છે. અથવા સર્પ દ્રવ્ય અને પર્યાયાના તથા દ્રવ્યાર્થિક અને પર્યાયાકિ નય આદિના વિષયભૂત પદાર્થોને જે બતાવે છે, તેને સૂત્ર કહે છે, અથવા સૂત્ર સુપ્ત વ્યકિતના જેવાં હાય છે—જેમ સુખ્ત વ્યકિતને પ્રતિબેાધિત કરવામાં આવે તે તે પેાતાના અભીષ્ટ કાને પૂરૂં કરી લે છે. તે પ્રમાણે સૂત્રને અ જ્યારે સમજી જવાય છે ત્યારે તે અવશ્ય કલ્યાણકારી ખની જાય છે. અથવા સૂત્ર તન્તુ તાંતણા જેવુ' હાય છે. જેમ ત બે, ત્રણ કે અનેક વસ્તુએ એકત્ર કરીને બાંધી લે છે તેમ સૂત્ર પણ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૬૯