Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દિક પદાર્થ જેમાં સ્થાપિત કરાયા છે–પ્રરૂપિત કરાયા છે-જીવારિક પદાર્થ જેમાં સ્થાપિત કરાયા છે પ્રરૂપિત કરાયા છે એવાં સ્થાનાંગ નામના ત્રીજા અંગમાં સ્વસમયની સ્થાપના કરવામાં આવી છે, પરસમયની સ્થાપના-પ્રરૂપણા કરવામાં આવી છે, સ્વસમય અને પરસમય; એ બન્નેની સ્થાપના કરવામાં આવેલ છે, જીવની અજીવની અને જીવ-અજીવ બનેની સ્થાપના કરવામાં આવી છે. લોકની એલેકની અનેક લેક-અલોક બનેની સ્થાપના કરવામાં આવી છે. સ્થાનાંગમાં જીવાદિક પદાર્થના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પયય સ્થાપિત કરાયાં છે. અહીં દ્રવ્ય એટલે દ્રવ્યાર્થતા સમજવાની છે. દ્રવ્યાથતાની અપેક્ષાએ જીવાસ્તિકાય અનેક સ્વરૂપવાળું છે. સ્વભાવને ‘ગુણ કહે છે જેમ કે જીવનો સ્વભાવ ઉપયોગ છે. જેટલા આકાશ પ્રદેશમાં જીવ વાત છે તે પ્રદેશને સેવ કહે છે. જેમકે-એક જીવની અવગાહના આકાશના અસંખ્યાત પ્રદેશમાં છે. કાળની અપેક્ષાએ જીવ અનાદિ અપર્યવસિત (અનંત છે. કાળકૃત અવસ્થાઓનું નામ પર્યવ છે. જેમકે-જીવની બાલવ આદિ અવસ્થાઓ તથા મનુષ્ય. નારકત્વ આદિ અવસ્થાએ. એ જ પ્રમાણે આ અંગમાં હિમવાનું આદિ પર્વતે, ગંગા આદિ મહાનદીઓ. લવણ આદિ સમુદ્રો, સૂર્ય અસુર આદિકનાં ભવન, ચન્દ્ર આદિકનાં વિમ, સુવર્ણ આદિકના ઉત્પત્તિ રથાનરૂપ ખાણે, મહી, કૌશિકી આદિ સામાન્ય નદીઓ, ચકવતિ આદિકના નિધિ, પુરુષના ભેદ, ષડજ આદિ સાત સ્વર, કાશ્યપ આદિ ગોત્ર, તારાગણેનું, એ બધા વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તથા એકવિધ વકતવ્યતાની, દ્વિવિધ વકતવતાની, એ પ્રમાણે દસવિધ સુધીની વકતવ્યતાની સ્થાપના કરવામાં આવી છે તથા જીવોની, પુદ્ગલેની, અને લોકસ્થાયી ધમાસ્તિકાય આદિક દ્રવ્યોની પ્રરૂપણા–પ્રજ્ઞાપના કરવામાં આવી છે. આ રથાનાંગની એ ખ્યાત વાચના છે, સં ખ્યાત અનુગ દ્વાર છે. સંખ્યાત પ્રતિપત્તિ છે. સંખ્યાત વેષ્ટક છે. સંખ્ય ત શ્લોકો છે, સંખ્યાત નિયુકિત છે, અને સંખ્યાત સંગ્રહણિયો છે. અંગની અપેક્ષાએ તે ત્રીજું અંગ છે. તેમાં એક સુતસ્કંધ છે, દસ અધ્યયન છે, અને એકવીસ ઉદેશનકાળ છે. બીજા, ત્રીજા, અને ચેથા અધ્યયનમાં ૪-૪, પાંચમામાં ૩, અને બાકીના દરેક અધ્યયનમાં મળીને ૬ ઉદેશનકાળ છે અને સમુદેશનકાળ પણ ૨૧ જ છે. તેમાં ૭૨૦૦૦ (બોતેર હજાર) પદે છે. આ અંગમાં સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે. અનંત પર્યાય છે, અસંખ્યાત વસ છે, અને અનંત સ્થાવર છે. ઉપરોક્ત સમસ્ત ભાવ જિનેન્દ્ર ભગવાન દ્વારા કહેવામાં આવેલ છે. એ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત (નિત્ય) છે, પર્યાયાર્થિક નયની
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૭૭