Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ જ્ઞાતાધર્મકથામાં ઉદાહરણ દ્વારા (૧) મેઘકુમાર આદિનાં નગરોનું, (૨) ઉદ્યાનાનું–જયાં લોકો વસ્ત્ર તથા આભૂષણો પહેરીને આસન તથા ખાવાની ચીજો લઈને કીડા કરવાને માટે જાય છે એવા સ્થાનોનું, (૩) ચિત્યનું-છ ઋતુઓનાં પુષ્પ અને ફળોથી ભરપૂર વનનું, (૪) વનવંડેનું–એક જ જાતનાં અથવા વિવિધ જાતનાં વૃક્ષવાળા ઉપવનનું, (૫) રાજાઓનું, (૬) માતાપિતાનું, (૭)સમવસરણાનું, (૮) ધર્માચાર્યોનું, (૯) ધર્મકથાઓનું, (૧૦) આલેક અને પરલોકની ઋદ્ધિનું, (૧૧) ભેગપરિત્યાગનું, (૧૨) પ્રવ્રજ્યાનું, (૧૩) શ્રત પરિગ્રહનું-શુતાધ્યયનનું, (૧૪) ઉત્કૃષ્ટ તપસ્યાઓના આચરણનું, (૧૫) પર્યાનું-નવીન પ્રત્રજ્યા પ્રદાન આદિરૂપ અથવા પૂર્વાવસ્થાનો ત્યાગ કરીને બીજી અવસ્થા ધારણ કરવા રૂપ પર્યાયનું, (૧૬) શરીર અને કષાય આદિનું શોષણ કરનાર સંલેખનાનું, (૧૭) ભકત પ્રત્યાખ્યાન– મરણ થિશેષનું, (૧૮) પાદપપગમન-કપાયેલ અથવા નીચે પડેલ વૃક્ષની શાખાની જેમ નિશ્ચલ બનીને ચારે પ્રકારના આહારના પરિત્યાગપૂર્વક મરણ પ્રાપ્ત થાય ત્યાં સુધીના સંથારાનું. (૧૯) દેવલોકમાં ઉત્પન્ન થવાનું, (૨૦) ત્યાંથી ચ્યવીને ઉત્તમ કુળમાં જન્મ લેવાનું, (૨૧) બોધની પુનઃપ્રાપ્તિ થવાનું અને (૨૨) સમસ્ત કર્મક્ષયરૂપ અંતક્રિયાઓનું, એ બાવીસ સ્થાનેનું વર્ણન છે. અહી “ચાવત’ પદથી goorવિનંતિ, પવિત્નતિ, સંદિગંતિ, નિરંfસન્નતિ,
ઉ ન્નતિ” એ પદોનો સમાવેશ થયેલ છે. તે ક્રિયાપદનો અર્થ આચારાંગનું સ્વરૂપ નિરૂપણ કરતી વખતે આપી દીધું છે, તે ત્યાંથી વાંચી લે, તથા જ્ઞાતાધર્મકથામાં એ વિષયનું સવિતર નિરૂપણ કરાયું છે કે-જેઓ વિનયપ્રકાશક વર્ધમાન પ્રભુના શાસનમાં દીક્ષિત તે થઈ ગયાં છે પણ ૧૭ સત્તર પ્રકારના સાવદ્યવિરતિરૂપ સંયમના પાલનમાં હેતભૂત ચિત્તસમાધિરૂપ ધૈર્યથી, સારૂં નરસુ સમજવાના વિવેકરૂપ બુદ્ધિથી, અને ધારણ કરેલાં વ્રતના પરિપાલન કરવાના ઉત્સાહરૂપ વ્યવસાયથી દુર્બ લ-કાયર બનેલા છે, (એટલે કે તેમના પાલનમાં દઢ રહી શકતા નથી) તથા અનશનાદિરૂપ બાર પ્રકારનાં તપ, અભિગ્રહ વિશેષરૂપ નિયમ અને ઉગ્ર, ઉગ્ર તપસ્યારૂપ તપ ઉપધાન, એ ત્રણે કાયરને માટે ભકારક હોવાથી તેમને રણસંગ્રામ જેવાં તથા લોઢાના બેજા સમાન મહા મુશ્કેલીથી વહન કરી શકાય તેવા દુર્વહભારરૂપ લાગે છે, અને તેથી જ તેમનું પાલન કરવાને જે લોકો પોતાની જાતને અસમર્થ માને છે, અને તે નિર્બળતાને કારણે જેમની મનોવૃત્તિ સંયમની આરાધના કરવાને અસ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૯૭