Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ વિષયનું પણ આ અંગમાં કથન થયું છે, તથા જે સાધુઓ સંયમના માર્ગથી ચલિત થઈ રહ્યા છે, તે સાધુઓને તેમના માર્ગમાં દઢ કરનારા બોધદાયક અને અનુશાસન વાકયો કે જે વાકય મનુષ્યને તે શું પણ દેવને પણ દઢતા આપવાને સમર્થ છે, તથા સંયમની આરાધનામાં લાભ અને વિરાધનામાં દેષ દર્શાવનારા વાકયો પણ આ અંગમાં આવેલાં છે. સંયમની આરાધના કેવી રીતે કરવી જોઈએ તે બતાવનારાં વાકાને બોધન વાકયે કહે છે “તમે સંયમની આરાધનામાંથી ચલિત કેમ થઈ રહ્યા છે ? શું તમારે માટે તે એગ્ય છે?' આ પ્રકારના પ્રતાડના (ઠપકા) રૂપ જે વાકયે છે તેમને અનુશાસન વાક્ય કહે છે. શુકપરિવ્રાજક આદિ લેકમુનિયે દૃષ્ટાંતે તથા બધાજનક વાકયે સાંભળીને જરા, અને મરણને નાશ કરનાર જિનશાસનમાં કેવી રીતે દઢ થયા અથવા કેવી રીતે દઢ થઈ શકે તે બધી બાબતનું આ અંગમાં કથન કરાયું છે. તથા જિનપ્રવચન અનુસાર જેમણે સંયમની આરાધના કરી છે એવા જ મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે, આયુને અં તે ત્યાંથી ચવીને તેઓ મનુષ્ય નિમાં જન્મ પામે છે, અને તેઓ કેવી રીતે જન્મ, જરા, મરણ આદિથી રહિત, શાશ્વત, શિવ–મોક્ષને પ્રાપ્ત કરે છે, તે વિષયનું વર્ણન આ અંગમાં કરવામાં આવ્યું છે. પૂર્વોકત બધા વિષયોનું તથા એ જ પ્રકારના અન્ય વિષયોનું પણ આ અંગમાં વિસ્તારપૂર્વક પ્રતિપાદન થયું છે. આ જ્ઞાતાધર્મકથામાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગદ્વાર છે, ત્યાંથી સંખ્યાત પ્રતિપત્તિ છે. ત્યાં સુધીનાં પદોનો સમાવેશ થયેલો છે. અહીં “વાવ’ શબ્દથી સંખ્યાતવેષ્ટક છે, સંખ્યાત શ્લોકે છે, સંખ્યાત નિયુકિત છે, અને સંખ્યાત સંગ્રહણિયો છે. તે પદોનો સમાવેશ થયો છે. અંગની અપેક્ષાએ આ જ્ઞાતા ધર્મ. કથા છઠું અંગ છે તેમાં બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયન છે. તે અધ્યયનોના સંક્ષિપ્તમાં બે પ્રકાર છે- ૧) ચરિત-સત્યઉદારણરૂપ અને (૨) કલિપત-ભવ્યજનોને બોધ આપવાને માટે તુંબડી આદિના ઉદાહરણરૂપ પહેલા શ્રુતસ્કંધમાં જે ૧૯ ઓગણીસ અધ્યયન છે તે જ્ઞાતાઅધ્યયન છે. એ જ્ઞાતા અધ્યયનમાંના જે પહેલા દસ અધ્યયન છે તે જ્ઞાતાઉદાહરણરૂપ જ છે. તેમાં આખ્યાયિકા આદિનો સમાવેશ થયે નથી. બાકીના નવ અધ્યયને માંના પ્રત્યેક અધ્યયનમાં પાંચસો ચાલીસ ૫૪૦-૫૪. પાંચસો ચાલીસ આખ્યાયિકાઓ છે. તેમાંની પ્રત્યેક આખ્યાયિકામાં પાંચ, પાંચસે ઉપાખ્યાયિકાઓ છે. તે પ્રત્યેક ઉપાખ્યાયિકામાં
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૯૯