Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ પાંચ, પાંચસે આખ્યાયિકા ઉપાખ્યાયિકાઓ છે. આ રીતે તેમની કુલ સંખ્યા એક અબજ, એકવીસ કરોડ, પચાસ લાખની (૧૨૧૫૦૦૦૦૦૦) ની છે. એજ વાત
વાસં હિત ઈત્યાદિ ગાથાઓ દ્વારા દર્શાવવામાં આવી છેઆ પ્રમાણે નવ અધ્યયનને વિસ્તાર કહેવાથી આ સૂત્રના વિસ્તારનું વર્ણન પૂરું થાય છે. જો કે જ્ઞાતાત્મક (ઉદાહરણોથી યુકત) આ નવ અધ્યયનેની ઉપરોકત મૂળ પ્રમાણની આખ્યાયિકાએ હાલમાં ઉપલબ્ધ નથી–અપ્રાપ્ય છે. છતા પણ વૃદ્ધપરંપરાથી તે અમે લખી છે (દર્શાવી છે) તથા બીજી શ્રુતસ્કંધમાં અહિંસાદિરૂપ ધર્મકથાના જે દસ વર્ગ છે, તેમાં એક એક ધર્મકથામાં પાંચ, પાંચસે (૫૦૦-૫૦૦) આખ્યાયિકાઓ છે. પ્રત્યેક આખ્યાયિકામાં પાંચસે ૫૦૦-૫૦૦ પાંચસે ઉપાખ્યાયિકાઓ છે, પ્રત્યેક ઉપાખ્યાયિકામાં પાંચસો ૫૦૦-૫૦૦ પાંચસો આખ્યાયિકા ઉપાખ્યાયિકાઓ છે. આ પ્રમાણે તે બધાનો સરવાળો કરવાથી ત્રણ કરોડ પચાસ લાખ(૩૫૦૦૦૦૦૦) આખ્યાયિકાઓ થાય છે, એ પ્રમાણે ભગવાન મહાવીરે ભાખેલ છે.
શંકાધર્મકથાઓમાં એ આખ્યાયિકા, ઉપાખ્યાયિકા, અને આખ્યાયિકા ઉપાખ્યાયિકા, એ ત્રણેની સંખ્યા સારાતદિરનિર-એક અબજ, પચીસ કરેડ (૧૨૫૦૦૦૦૦૦૦) થાય છે, તે અહીં સૂત્રકારે તેમની સંખ્યા ત્રણ કરોડ પચાસ લાખ (૩૫૦૦૦૦૦૦) કેમ કહી છે ?
ઉત્તર–નવ જ્ઞાતેની આખ્યાયિકા આદિની સંખ્યા ૧ અબજ, ૨૫ કરોડ, (૧૨૫૦૦૦૦૦૦) કહી છે. એવી જ આખ્યાયિકા આદિ દશ ધર્મકથાઓમાં પણ છે. તથા દસ ધર્મકથામાં કહેવામાં આવેલ આખ્યાયિકા આદિકની સંખ્યામાંથી નવજ્ઞાતક્ત આખ્યાયિકા આદિકની સંખ્યાને બાદ કરવાથી જે અપુનરુક્ત આખ્યાયિકા આદિ બાકી રહે છે તેમની સંખ્યા ત્રણ કરોડ પચાસ લાખ (૩૫૦૦૦૦૦૦) ની છે. આ પુનરુકિત સિવાયની આખ્યાયિકા આદિની સંખ્યાની દૃષ્ટિએ જ ભગવાને 'एवमेव सपुवावरेणं अटुट्ठाओ अक्खाइया कोडीओ भवंतीति मक्खाओ' આ પ્રમાણેને પાઠ કહેલ છે. તેથી તેમાં કેઈ દેષને અવકાશ રહેતું નથી એ જ વાત “Tળવી દિશં ઇત્યાદિ બે ગાથાઓમાં બતાવવામાં આવેલ છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૦૦