Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારનો જ્ઞાનોપગ અને ૪ પ્રકારને દર્શનપયોગ હોય છે. ગૂના પંદર પ્રકાર છ–૪ પ્રકારના મનોયોગ, ૪ પ્રકારના વચનગ, અને સાત પ્રકારની કાયયોગ, આ રીતે પંદ૨ પ્રકારના યોગ હોય છે. પશેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિય હોય છે. કષાયના કોધ આદિ ચાર પ્રકાર છે. તેનું તાત્પર્ય એ છે કે નારક, મનુષ્ય, અને દેવના આહાર આદીથી લઈને કષાય સુધીના સમસ્ત વિષયોનું વર્ણન આ અંગમાં કરવામાં આવ્યું છે તથા સચિત્ત, અચિત્ત સચિત્તાચિત્ત આદિ જે અનેક પ્રકારની જીવની
નિ-ઉત્પત્તિસ્થાનો હોય છે, તેમનું વર્ણન પણ આ અંગમાં કરવામાં આવ્યું છે. તથા મંદિર આદિક પર્વતના વિષ્ક ભવિસ્તાર, ઉત્સધ-ઊંચાઈ, અને પરિચયપરિધિનું કેટ કેટલું પ્રમાણ છે તેનું વર્ણન પણ આ અંગમાં કરવામાં આવ્યું છે. જબૂદ્વીપમાં આવેલો સુમેર, ધાતકીખંડમાં આવેલ સુમેરુ અને પુષ્પરાધમાં આવેલ સુમેરુ. આ રીતે ત્રણ પ્રકારના સુમેરુ છે. તેમાંના જંબુદ્વીપમાંના સુમેરુની ઊંચાઈ એક લાખ જનની છે, બાકીના જે બે સુમેરુ છે તેઓ સમતલ ભૂમિથી ૮૪-૮૪ ચોર્યાસી-ચોર્યાસી હજાર યોજન ઊંચા છે, અને અવગઢની અપેક્ષાએ(જમીનની અંદરના ૧૦૦૦-૧૦૦૦ એક એકહજાર રજન ગણતાં ૮૫-૮૫ ૫ ગ્યાસી–પંચ્યાસી હજાર જન ઊંચા છે. એ જ પ્રમાણે ખાસ વિધિથોનું વર્ણન પણ તેમાં કરાયું છે. તથા કુલકરે, તીર્થકરો, ગણધર, સમસ્ત ભરત-૬ છ ખંડવાળાં ભરતક્ષેત્રના અધિપતિ ચકવતિયો, વાસુદે, અને બળદેવોના ભેદ-વિશેષેનું વર્ણન પણ આ અંગમાં કરવામાં આવ્યું છે. તથા ભરત આદિ ક્ષેત્રોને નિગમ- આગલાક્ષેત્રની અપેક્ષાએ પછીનાં વિદેહ સુધીનાં ક્ષેત્રોનું આધિય પણ આ અંગમાં વર્ણવવામાં આવેલ છે. ઉપરોકત પદાર્થો સિવાયના બીજા પણ આ પ્રકરના ઘનવાતવલય, તનુવાતવલય, આદિ જે પદાર્થો છે તેમની વ્યાખ્યા પણ આ અંગમાં વિસ્તારથી કરવામાં આવી છે. આ સમવાયની વાચન સંખ્યાત છે. અહી “વ” પદથી નીચે પ્રમાણેનાં પદો ગ્રહણ કરવામાં આવ્યાં છે-આ આગમાં સ ખ્યાત અને
ગદ્વાર છે, સં ખ્યાત પ્રતિપત્તિ છે, સંખ્યાત વેષ્ટક છે, સ ખ્યાત લોકો છે, સંખ્યાન નિયુકિત છે, અને સંખ્યાત સંગ્રહણિયે છે. અંગોની અપેક્ષાએ બધાં અંગમાનું આ ચોથું અંગ છે. તેમાં એક અધ્યયન છે, એક શ્રુતસ્કંધ છે. એક ઉદેશનકાળ છે, અને એક સમુદેશનકાળ છે. તેમાં પોનું પ્રમાણ એકલાખ ચુંમાળીસ હજારનું છે. આ અંગમાં સંખયાતે અક્ષરો છે. અહીં “થાવત પદથી અનંત ગમ છે અનંત પર્યવ છે, અસંખ્યાત ત્રસ છે, અને સંત થાવર જીવે છે વગેરે
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૮૩