Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યાંગમાં અકેન્દ્રિય આદિના ભેદથી તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત આદિના ભેદથી અનેક પ્રકારના ભેદે વાળા નું અને પુદ્ગલ સ્તિકાય આદિ અનેક પ્રકારના ભેદોવાળા અછનું વિસ્તારપૂર્વક વર્ણન કરાયું છે. એ જ પ્રમાણે બીજા પણ અનેક પ્રકારના જીવાજીવાદિગત ધર્માવિશેષેનું તેમાં વર્ણન કરાયુ છે. એ જ વાતને સૂત્રકારે રાતિ૪િ ઈત્યાદિ પદદ્વારા દર્શાવી છે-આ સમવાયાંગમાં નારકોના વિવેચના, મનુષ્યના અને દેવેના આહાર, ઉછવાસ. લેશ્યા, આવાસ, સંખ્યા, આયત પ્રમાણ, ઉપપાત, ચ્યવન અવગાહના, અવધિજ્ઞાન, વેદના, વિધાન, ઉપયોગ, ગ, ઈન્દ્રિય, અને કષાયનું વર્ણન કરાયું છે. અહીં આહારનું તાત્પર્ય એજ આદિ આહાર છે. તે અભેગિક અને અનાગિકરૂપ અનેક પ્રકારના હોય છે. અનુસમય આદિ કાળભેદથી ઉચ્છવાસ અનેક પ્રકારના હોય છે. કૃષ્ણ, નીલ, આદિ અનેક પ્રકારની લેડ્યા હોય છે. નરકે આદિના આવાસોની સંખ્યા અનેક પ્રકારની છે. પહેલી પૃથ્વીમાં (નરકમાં) ત્રીસ લાખ, બીજી પૃથ્વીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાપ ચોથીમાં દસલાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં ૯૯૯૫, નવાણું હજાર નવસો પંચાણું અને સાતમીમાં પાંચ નકાવાસ છે. એ રીતે કુલ ૮૪ ચોર્યાસી લાખ નરકાવાસ છે. તે નરકે આદિના આવાસની દીર્ઘતા-લંબાઈના પ્રમાણને આયાત પ્રમાણ કહે છે. આ પદ ઉપલક્ષક છે, તેથી તેના વડે નરકાદિ-આવાસોની લંબાઈ, પહોળાઈ, અને પરિધિનું પ્રમાણ પણ ગ્રહણ કરવું જોઈએ, ઉપપાત એટલે ઉત્પત્તિ, જેમકે એક સમયમાં અથવા આટલા સમય બાદ આટલા જીવોની ઉત્પત્તિ થાય છે. યવન એટલે મરણ તેમાં પણ એ જ વિચાર કરાયો છે કે એક સમયમાં અથવા આટલા સમયબાદ આટલ. જીનું મરણ થાય છે. અંગુલના અસંખ્યાતમાં ભાગ આદિથી પરિમિત શરીરનું જે પ્રમાણ હોય છે તેને અવગાહના કહે છે. તે અવગાહનાના વર્ણનમાં એ વાત બતાવવામાં આવી છે કે જીવોનાં શરીરની ઓછામાં ઓછી અવગણના આટલી હોય છે, અને વધારેમાં વધારે શરીરની અવગાહના આટલી હોય છે, અને મધ્યમ અવગાહના તાટલી હોય છે. એ જ પ્રમાણે તેમના અવધિજ્ઞાન બાબતમાં એ વાત બતાવવામાં આવી છે કે અવધિજ્ઞાનનું જઘન્ય (ઓછામાં ઓછું) અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે તે ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અને મધ્ય ક્ષેલ કેટલા પ્રમાણનું છે. વેદનીના બે પ્રકાર છે (૧) સાતવેદના, (ર), અસાતવેદના, વિધાન એટલે ભેદ જેમ કે નારકી જીવેના સાત ભેદ છે. આત્માનું ચિતન્યાનુવિધાથી જે પરિણામ છે તેને ઉપગ કહે છે. તે અભિનિબોધિક આદિના ભેદથી બાર પ્રકારને છે, એટલે કે ૮
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૮૨