Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનેક અર્થોને પોતાની અંદર બાંધી રાખે છે-અનેક અર્થો બતાવે છે. અથવા સુકતને જ સૂત્ર કહે છે પૂર્વાપર વિરોધ રહિત સ્પષ્ટ રીતે કહેલ વચનને “સૂત” કહે છે. એ સૂકતમાં જેમ કોઈ બાધા (મુશ્કેલી નડતી નથી તેમ સર્વજ્ઞ ભાષિત સૂત્ર કે જેમાં અનેક અર્થ ગર્ભિત રહેલા હોય છે. તેમાં પણ કોઈ પણ પ્રકારની બાધા નડતી નથી. સૂત્રકારોએ સૂત્રનું લક્ષણ “અલ્પાનપિં ? ઇત્યાદિરૂપે બતાવેલ છે. સૂત્રના એ જે ગુણો છે તે આ સૂત્રોમાં મોજૂદ છે-તેથી એવાં લક્ષણાથી યુકત આ અંગનાં સૂત્રો છે. એટલે કે એવાં સૂત્રો વડે આ અંગેની રચના થઈ છે. તે કારણે આ આગમનું નામ સૂત્રકૃત સૂત્રકૃતાંગ રાખ્યું છે. સ્વસમયઃ એટલે વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી પ્રભુદ્વારા પ્રદર્શિત માર્ગ એવો અર્થ અહીં ગ્રહણ કરાય છે. તે સિવાયના જે બીજા માગે છે તે બધાને “પરસમય કહેલ છે. આ આગમમાં સૂત્રકારે એ બન્ને સમનું વિવેચન કર્યું છે. ચેતનાઉપયોગ. એ જેમનું લક્ષણ છે તેમને “જીવ કહે છે, અને તે લક્ષણથી જે વિહીન હોય છે તેમને “અજીવ” કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય, તથા કાળ, એ બધા અજીવ છે. પ્રમાણથી જેની સત્તા હેયએટલે કે જીવ, પુદ્ગલ, ધર્મ, અધમ અને આકાશ, તે પાંચ અરિતકાયરૂપ દ્રવ્યોને જેમા નિવાસ હાય-અથવા તે પાંચ અસ્તિકાય સ્વરૂપ જે હેય-તેનું નામ “ક” છે. તે લોથી ભિન્ન હોય તેને “અલેક” કહે છે. એટલે કે જેમાં ફકત આકાશ જ હોય તેને અલેક કહે છે. તે લોક અને અલોકનાં લક્ષણ “ધીનાં-ત્તિ દ્રવ્યા' ઈત્યાદિ શ્લોકો દ્વારા પ્રગટ કરાયાં છે શુભ કર્મને પુણ્ય કહે છે. સાતવેદનીય આદિ જે ૪૨ પ્રકૃતિ છે તે પુણ્યપ્રકૃતિ છે પ્રાણાતિપાત આદિ જે ૧૮ અઢાર પાપસ્થાનો છે તે “પાપ” છે. જેમના દ્વારા આત્મામાં કર્મને પ્રવેશ થાય છે તેમને આવો કહે છે. પ્રાણાતિપાત આદિ જે કર્મના આગમનનાં કારણે છે તે કારણોને નિરોધ જેમના વડે થાય છે તે “સંવર’ કહેવાય છે. સંયમી જીવ અહિંસા, સત્ય આદિ દ્વારા એવાં કારણેને નિરોધ કરે છે, તેથી અહિંયા, સત્ય આદિ સંવરરૂપ છે. કમપુદગલેનું ઝરવું ક્ષય છે, તેનું નામ “નિર્જરા છે. કષાયયુકત થવાથી જીવ કમને યોગ્ય પુદગલોને જે ગ્રહણ કરે છે. તેનું નામ 'બંધ” છે સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન, અને સમ્યક ચારિત્ર દ્વારા જીવ કર્મોને જે આત્યંતિક ક્ષય કરે છે તેનું નામ મેક્ષ” છે. આ અંગમાં આ સઘળા વિષયનું પ્રતિપાદન કરવાનું સૂત્રકારનો કેવળ એટલે જ હેતુ છે કે જે સાધુ હજી નવદીક્ષિત છે, જિનકથિન સિદ્ધાંતનાં ઊંડા અભ્યાસથી જેમની બુદ્ધિ પરિપકવ થઈ નથી. કોમળ મતિવાળા છે, કુતીર્થ કો
શ્રી સમવાયાંગ સૂત્ર