Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૩૨ પ્રકારના વયિકવાદીઓના મતનું આ પ્રકારે ૩૩ પાંખડીઓના સિદ્ધાંત નું ખંડન કરીને સ્વસિદ્ધાંત સ્થાપિત કરવામાં આવેલ છે. આ પ્રમાણે આ સૂક્તાંગ દ્વારા પરમતનિરાકરણપૂર્વક જેન સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર આ સૂત્રકૃતાગનાં સૂત્રોનું અને તેમના અર્થનું સ્વરૂપ કેવું છે. તે બતાવે છે–તેઓ કહે છે કે આ સૂત્રકૃતાંગમાં સૂત્ર અને અર્થ આ પ્રકારના છે–આ સઘળા પદે સૂત્રાર્થના વિશેષણો છે તેનો અર્થ આ પ્રમાણે છે–આ સૂત્રકૃતાગના એ સુત્ર અને અર્થ એ બન્ને વિવિધ પ્રકારના દષ્ટાંતે અને હેતુ વચન દ્વારા-જેમનો સ્થાદ્વાદીક પરમતનું ખંડન કરવા માટે અને સ્વમનનું પ્રતિપાદન કરવાને માટે ઉપગ કરે છે–પરમતમાં નિઃસારતા બતાવાનાર છે. એટલે કે વિવિધ યુકિત ને ઉપયોગ કરીને પરમતમાં આગ્રાહયત્વ બતાવીને સ્વમતમાં અખંડનીયતા પ્રદર્શિત કરે છે. તથા એ બન્ને (સૂત્ર અને અથ) વિવિધ વિસ્તારાનુગમ અને પરમસદુભાવ એ ગુણોથી યુકત છે, એટલે કે વિશે (જાણવા લાયક) જે જીવાદિક તત્વ છે તેમને સરળ રીતે બંધ થઈ જાય તે માટે વિવિધ પ્રકાર અને વિસ્તારપૂર્વક તેમનું પ્રતિ પાદન કરનાર છે. તથા આ વિષય આ પ્રમાણે જ છે અન્ય રીતે નથી” એ પ્રકારે દૃઢતાપૂર્વક તેનું પ્રતિપાદન કરનાર છે. સૂત્રતા એ બે ગુણો હોય છે, જે તેમનામાં મોજુદ છે. એવા ગુણયુક્ત સૂત્રાર્થે આ અંગમાં છે. તથા એ સૂત્રાર્થો-જે સમ્યગદર્શનાદિરૂપ છે. તે મેલપથમાં પ્રવૃત્ત કરનારા છે, ઉદાર છે-સૂત્ર અને અર્થના જે દે હોય છે તેમનાથી તે રહિત છે, અને પોતપોતાના ગુણોથી યુકત છે. તથા અતિશય અજ્ઞાનરૂપ અંધકારને લીધે દુર્ગમ બનેલ તત્વ માર્ગના પ્રકાશક હોવાને કારણે તેઓ પ્રદીપ-દીપક સમાન છે. જે જીવ અતિશય અજ્ઞાનરૂપી અંધકારને કારણે તત્વમાર્ગમાં પ્રવેશ કરી શકતા નથી, તે જીવ જે આ અંગનાં સૂત્રો અને તેમના અર્ધનું ભાવરહિત અને મનન પૂર્વક અધ્યયન અને ચિંતન કરે અને તેમાં કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરે તે તેને અવશ્ય તત્વનું દર્શન થાય છે. તથા “સિદ્ધિ નાજિરત્તમ સિદ્ધિ-સિદ્ધપદની પ્રાપ્તિરૂપ સુગતિ-અથવા સિદ્ધિ અને સુગતિસુદેવવ અને અમાનુષાવની પ્રાપ્તિરૂપ જે ઉત્તમ ભવન છે તેના પગથિયાં સમાન એ બને છે. તથા એ સૂત્રો અને અર્થ એવો નથી કે જેમનું વાદી કઈ પણ રીતે ખંડન કરી શકે. તેથી તેઓ પિતાપિતાના અભિપ્રાયમાં અવ્યભિચરિત (અફર) હોવાથી નિષ્પકપ છે. એવાં વિશેષણોથી યુકત સૂત્ર અને અર્થ આ અંગમાં છે, તથા આ સૂત્રકૃતાંગની વાચના “પરીતા” સંખ્યાત છે, અનુગ દ્વાર સંખ્યાત છે, પ્રતિપતિ સંખ્યાત છે, વેણક સંખ્યાત છે, પ્લે કે સંખ્યાત છે, અને નિયંતિયો
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૬૮