Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે. કાઈ બીજા સૂત્રથી એ જ વસ્તુમા એકવની મુખ્યતાથી એનેકત્વને એધ થાય છૅ, કેાઈ દૃષ્ટિબિન્દુથી ક્રમશઃ બન્નેની મુખ્યતા કરીને એકત્વ અને અનેક, એ બન્નેની એક સાથે બેધ થાય છે, તે યુગપત્ (બન્ને) ધર્માનું પ્રતિપાદન થઈ શકતું નથી. તેથી કેાઇ અપેક્ષાએ (દૃષ્ટિએ) તે વસ્તુમાં અવકતવ્યતા આવી જાય છે. ઈત્યાદિ સપ્તભ’ગીરૂપથી વસ્તુમાં રહેલ ધર્મના બેધ થાય છે. તેથી અનંત ધ વાળી વસ્તુને તે, તે વિશેષ ધર્મો વડે મેધ થવાથી અનત સપ્તભ ંગિયા તે વસ્તુની સાથે સાંકળાયેલી રહે છે. એજ અનંત ધર્મોવાળી વસ્તુની તે, તે ધર્મની અપેક્ષા એ પ્રતિપત્તિ થાય છે. એવી પ્રતિપત્તિયાની (બધાની) કેઇ નિયત સ`ખ્યા નથી. તેથી ‘ગમ’ અનંત કહ્યા છે. અથવા-સામાન્ય ચેગ્યતા અને સકેતની અપેક્ષાએ અભિધાન અને અભિધેયને આધારે ગમ-વસ્તુનુ જ્ઞાન થાય છે. વસ્તુએમાં એવાં જ્ઞાન, અભિધાન અને અભિધેયની અનંતતાને લીધે અનંત પણ હેાઈ શકે છે– તેથી અભિધાન અને અભિધેયની અનંતતાને લીધે જ્ઞાન-ગમ પણ અનંત છે. પદાર્થોના ધર્મોને પર્યાય કહે છે. તે પદાર્થ ધમ અનત છે, જે જીવા પેાતાને રહેવાના સ્થાનની ગરમી આદિથી દુઃખી થવાને કારણે છાયા આદિના સેવનને માટે બીજે સ્થાને જાય છે તેમને ‘ત્રસ’ કહે છે. એવા ત્રસ જીવેા દ્વીન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના જીવે છે. તે ત્રસ જીવા પણ અસંખ્યાત છે-અન ંત નથી. સ્થાવર છ્તા શીત, તાપ, આદિથી દુ:ખી થવા છતાં પણ બીજી જગ્યાએ જવાને અસમર્થ હોય એવા પૃથ્વીકાય, જળકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિકાલ એકેન્દ્રિય જીવા કે વનસ્પતિકાય અનંત છે. તેથી તેમની અન ંતતાને લીધે સ્થાવર અન ત છે. કારણ જીવામાં અનંતતા કહી છે. ઉપર દર્શાવેલ સઘળા જીવાદિક પદા દ્રવ્યા ક નયની અપેક્ષાએ શાશ્ર્વત-નિત્ય છે. પણ પર્યાયાકિનયની અપેક્ષાએ પ્રતિસમર્પ પરિણમન થતુ હાવાથી અનિત્ય છે. સૂત્રમાં જ ગ્રથિત હોવાને કારણે નિબદ્ધ છેઆમ તેમ વિખરાયેલ નથી. નિયુકિત, હેતુ, ઉદાહરણ આદિથી એ જીવાદિક ભાવ સુપ્રતિષ્ઠિત કરાયેલ હાવાથી નિકાચિત છે. તેમનું મૂળ પ્રતિપાદન તીથ કા દ્વારા થયેલ હાવાથી તેએ તીર્થકર પ્રણીત છે. તે વિશેષણાથી યુકત તે બધા જીવાદિક પદાર્થોનું આ આચારાંગમાં સામાન્યરૂપે તથા વિશેષરૂપે પ્રતિપાદન કરાયું છે, વચન પર્યાયથી અથવા નામ આદિના ભેદથી તેમની પ્રરૂપણા કરવામાં આવી છે. સ્વરૂપના કથન દ્વારા તેમની સારી રીતે વિવેચના થઈ છે. ભવ્ય જીવાના કલ્યાણને માટે તેમનું વારંવાર કથન કરાયું છે. ઉપનય અને નિગમનથી અથવા સકળ નયેના અભિપ્રાય અનુસાર શિષ્ય જનાની મતિમાં નિઃસ ંદેહપણે તેમની સ્થાપના કરવામાં
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૬૨