Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નના પરિક્ષેપવાળો છે. રત્નપ્રભા પૃથ્વીને જે બીજે પંકકાંડ નામને વિભાગ છે તેના ઉપરના અન્તિમ ભાગથી નીચેને અન્તિમ ભાગ ૮૪ ચોર્યાસી હજાર એજન દૂર છે. નાગકુમાર દેવનાં ૮૪ ચોર્યાસી લાખ આવાસ છે. તેમાના ૪૮ચુવાળીસ લાખ આવાસ દક્ષિણ દિશામાં અને ૪૦ચાળીસ લાખ આવાસ ઉત્તર દિશામાં છે. ચોર્યાસી હજાર(૮૪૦૦૦) પ્રકીર્ણક શાસ્ત્ર છે. તીર્થંકર પ્રભુએ જેમને પિતાને હાથે દીક્ષા આપી હોય એવા સામાન્ય સાધુઓ દ્વારા જે શાસ્ત્રો રચાય છે તેમને પ્રકીર્ણક શાસ્ત્ર કહે છે. જીવની યોનિ -ઉત્પત્તિસ્થાન ૮૪ ચોર્યાસી લાખ છે તે આ પ્રમાણે છે- પૃથ્વીકાય, તેજ કાય, અપૂકાય અને વાયુકાય, એ પ્રત્યેકની સાત સાત લાખ એનિ, વનસ્પતિકાયમાં પ્રત્યેક વનસ્પતિની દસ લાખ અને સાધારણ વનસ્પતિની ચૌદ લાખ, બધા વિકલેન્દ્રિયોની બે બે લાખને હિસાબે છે (૬) લાખ, નારકીઓની ચાર (૪) લાખ, દેવેની ચાર (૪) લાખ, તિર્યંચોની ચાર (૪) લાખ, અને મનુષ્યની ચૌદ (૧૪) લાખ તે બધાને સરવાળો ચોર્યાસી (૮૪) લાખ થાય છે. જો કે જીની ઉત્પત્તિરૂપ નિચે અસં
ખ્યાત હોય છે, છતાં પણ સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળા તે તે સ્થાનમાં એકત્વની દૃષ્ટિએ પ્રસ્તુત સંખ્યામાં કોઈ વિરોધ નડતું નથી. પૃવંગથી લઈને શીર્ષ પ્રહેલિકા સુધીના સ્વસ્થાને અને સ્થાનાન્તરો ગુણાકાર ચોર્યાસી લાખ, કહેલ છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–૮૪ ચોર્યાસી લાખ વર્ષનું એક પૂર્વાગ થાય છે. ૮૪ ચોર્યાસી લાખને ૮૪ ચોર્યાસી લાખ વડે ગુણતાં જે સંખ્યા આવે છે તે ૧ પૂર્વનું પરિમાણ આવે છે-એટલે કે ૮૪ ચોર્યાસી લાખ પૂર્વાગનું એક પૂર્વ થાય છે. તેનાથી એ ફલિતાર્થ નીકળે છે. ૮૪ ચોર્યાસી લાખ પૂર્વથી ગુણતા એક ત્રુટિ. તાંગ થાય છે. ચોર્યાસી (૮૪) લાખ ત્રુટિતાંગથી ગુણતા એક ત્રુટિત થાય છે એજ રીતે જsiા, ડર,વાકુ, વાવ, કૂવા, દૂE, ૩પ,૩પ, વ, पद्म, नलिलांग, नलिन अक्षिनिकुरांग, अक्षिनिकुर, अयुताङ्ग, अयुत, नयुताङ्ग, નયુત, મયુતા, પશુત, વૃદ્ધિન, રૂઢિા, રાશિ , અને શીર્ષ પ્રબ્રિજ, એ ૨૮ અઠયાવીસ સ્થાન પૂર્વ પૂર્વથી ગુણિત છે. તેમાંનું જે શીર્ષપ્રહેલિકા નામનું છેલ્લું સ્થાન છે તેની સંખ્યાની એક સંખ્યા ૧૯૪ એકસો ચોરાણું છે પહેલા
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૨૦