Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
| તિરાનવે સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર ૯૩ (ત્રાણું)નાં સમવાયે બતાવે છે-“ચંદ્રપૂક્સ ફુવારા
ટીકાથ–ચંદ્રપ્રભ ભગવાનના ૯૩ ત્રાણું ગણ–સાધુ સમુદાય અને ૯૩ ત્રાણુ જ ગણધર હતા શાંતિનાથ ભગવાનના ૯૩૦૦ નવહજાર ત્રણ ચતુર્દશ પૂર્વચૌદપૂર્વનાં ધારક હતા. ત્રાણુંમાં મંડળમાં પહોંચેલ સૂર્ય જ્યારે સર્વ બાહ્યમ ડળથી સવલ્યન્તરમંડળની તરફ ગમન કરે છે અથવા ત્યાંથી પાછા ફરે છે ત્યારે અહોરાત્ર વિષમ થાય છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-જ્યારે રાત્રિ અને દિવસ ૧૫–૧૫ પંદર-પંદર મુહૂર્તના હોય ત્યારે તે “સમ કહેવાય છે. જયારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળ પર હોય છે ત્યારે દિવસ ૧૮ અઢાર મુહૂર્તનો અને રાત્રી ૧૨ બાર મુહૂર્તની થાય છે. સર્વ બાહ્યમંડળમાં આવે ત્યારે દિવસ ૧૨ બાર મુહૂર્તને અને રાત્રિ ૧૮ અઢાર મુહૂર્તની થાય છે તથા જ્યારે ૧૮૩ એકસો ત્યાસી મંડળમાં પહોંચે છે ત્યારે રાત્રિ દિવસના ૬૧ એકસઠ ભાગમાંથી ૨ ભાગ પ્રમાણ સમય વધે છે કે ઘટે છે. એટલે કે જ્યારે દિવસ માટે થાય છે ત્યારે રાત્રિ ટૂંકી થાય છે અને જ્યારે રાત્રિ મોટી થાય છે ત્યારે દિવસ ટૂંકે થાય છે. આ બાબતનું પષ્ટીકરણ આ પ્રમાણે છે-દરેક મંડળમાં ૨/૬૧ મુહૂતની વૃદ્ધિ થવાથી ૯૨ બાણુંમાં મંડળમાં ૩ મુહૂર્ત કરતાં ૪૬૧ મુહૂર્ત વધી જાય છે. આ રીતે ૧૨ બાર મુહૂર્તમાં તે ત્રણ મુહૂર્તો ઉમેરી દેવાથી ૧૫ પંદર મુહૂર્ત થઈ જાય છે. અને જ્યારે ત્રણ મુહૂર્ત ઓછા થાય છે ત્યારે ૧૮ અઢાર મુહૂર્તમાંથી ૩ ત્રણ મુહૂર્ત બાદ કરવાથી ૧૫ પંદર મુહૂર્ત વધે છે. આ રીતે બને જગ્યાએ મુહૂર્તમાં ૧/૪ ભાગને વધારો અથવા ઘટાડો થાય છે. તેથી સૂર્ય જ્યારે ૯૨ બાણુંમાં મંડળના મધ્યભાગમાં આવે છે ત્યારે દિવસ અને રાત્રિ સરખા થાય છે. અને જ્યારે અન્તભાગમાં રહે છે ત્યારે વિષમ-નાના મોટાં-થાય છે. શરૂઆતથી લઈને ૯૩ ત્રામાં મંડના આરંભ સુધી ૯૨ બાણુંમું મંડળ રહે છે. સુ. ૧૩રા
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૩૨