Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પદ દ્વારા સૂત્રકારે પ્રગટ કર્યો છે. એટલે કે શિષ્ય પૂછે છે કે હે ભદન્ત ! આપે આચારાંગને દ્વાદશાંગથતરૂપ પુરુષનું પહેલું અંગ કહ્યું છે, તે તે આચારાંગનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-હે શિષ્ય ! નિગ્રંથ શ્રમણના આચાર, ગોચર, વિનય, વૈનાયિક,
સ્થન, ગમન, ચંક્રમણ, પ્રમાણ, ગજન, ભાષા, સમિતિ, ગુપ્તિ, શય્યા, ઉપાધિ ભકત પાનનું શુદ્ધાશુદ્ધ ગ્રહણ, નિયમ તપ અને ઉપધાન વગેરે સહિતનું આ આચારાંગ સુપ્રશત કહેલ છે. એટલે કે આચારાંગ દ્વારા શ્રમણ નિગ્રન્થના આચાર આદિથી લઈને ઉપધાન સુધીની ક્રિયાઓનું વર્ણન કરાયું છે અથવા આચ રાંગદ્વારા પૂર્વોકત વસ્તુઓનું નિરૂપણ કરાયું છે. તે આચાર, ગોચર આદિ પદને અર્થ આ પ્રમાણે છે–આચારના પાંચ પ્રકાર છે- જ્ઞાનાચાર, દર્શનાચાર ચારિત્રાચાર, તપ આચાર અને વિચાર ભિક્ષા લેવાની વિધિને “ગોચર' કહે છે. જેમ ગાય પરિચિત તેમજ અપરિચિત ક્ષેત્રમાં ઘાસ ચરવા જાય છે તેમ સાધુ પણ પરિચિત, અપરિચિત ખનને સ્થાનોમાં ભિક્ષા વહોરવા જાય છે, એ જ વાતનો “ગેાચર પદ દ્વારા નિર્દેશ કરાયો છે. જેના દ્વારા કર્મોનો ક્ષય કરાય છે તે ક્રિયાને વિનય કહે છે, એ પ્રમાણેની વિનય શબ્દની વ્યુત્પત્તિ છે. તે વિનય જ્ઞાનાદિરૂપ અથવા ગુરુજનની શુશ્રષારૂપ હોય છે. તે વિનયના પાલનથી કર્મક્ષયરૂપ જે ફળ પ્રાપ્ત થાય છે તેને “જૈનયિક” કહે છે. “સ્થાન’ શબ્દનો અર્થ સ્થિતિ થાય છે. તે સ્થિતિના ત્રણ પ્રકાર છે – કાત્સર્ગ, ઉપવેશન, અને શયન વિચારભૂમિ આદિમાં જવાની ક્રિયાનું નામ ગમન છે. રેગાદિક કારણે અશકત બનેલ સાધુ વડે શક્તિની પ્રાપ્તિ માટે આમ તેમ ડી ડી લટાર મારવી તે કિયાને “ચક્રમણ” કહે છે આહાર પાણીનો ઉપયોગ કરવાની તથા ઉપધિ આદિની મર્યાદા બાંધવી તેનું નામ પ્રમાણ” છે. સ્વાધ્યાય, પ્રત્યપેક્ષણ આદિ સાધુના જે કર્તવ્ય છે. તેમાં આત્માને પ્રવૃત્ત કરે તેનું નામ “ગજન” છે. સત્યરૂપ અને વ્યવહારરૂપ ભાષાને ભાષા' કહે છે. ઈર્ષા સમિતિ આદિ પાચ સમિતિ છે. તેમાં પ્રત્યેક ક્રિયા યત્નાચાર પૂર્વક કરાય છે. મને ગુપત આદિ ત્રણ ગુપ્તિ છે તથા શયા-વસતિ, ઉપાધિવસ્ત્રાદિક, ભક્ત–આહાર, પાન-ચોખા, તલ આદિનું ધાવણ અથવા ગરમ પાણી, એ બધી વસ્તુઓ ઉદ્દગમ, ઉત્પાદન, એષણાવિશુદ્ધિથી શુદ્ધ હોય તે લેવી, તથા નવદીક્ષિત બાલ, ગ્લાન આદિને માટે નિત્યપિંડ આદિ ગ્રહણ કરવા તે ક્રિયાને શા, ઉપધિ, ભક્ત પાનાનું શુદ્ધાશુદ્ધ ગ્રહણ કરે છે. પ્રાણાતિપાત આદિ સાવધક્રિયાઓ કરતા અટકવું તેનું નામ “વ્રત” છે. અભિગ્રહ વિશેષને નિયમ કહે છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૫૯