Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છહ ઔર સાત લાખ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
છ લાખનાં સમવાયો આ પ્રમાણે છે--“મા રા' રૂલ્યાતિ ટીકાથ–ચાતુરન્ત ચક્રવતિ ભરત નરેશે છ લાખ પૂર્વ સુધી રાજ પદ ભોગવ્યું હતું. ત્યાર બાદ તેઓ દીક્ષા લઈને અગારાવસ્થાથી અનગારાવસ્થા પામ્યા અને સિદ્ધ ગતિમાં ગયા. સ. ૧૬૮
હવે સાત લાખનાં સમવાયે કહે છે--નવ રાવજ ” ત્યાદિતા ટીકાર્થ-જંબૂઢીપના પર(પૂર્વના)વેદિકાન્તથી ધાતકીખંડ ચક્રવાલને જે પશ્ચિમનો અતિમ ભાગ છે તે સાત લાખ જનને અંતરે છે. તેનો ખુલાસે આ પ્રમાણે છે-જબૂદ્વીપના એક લાખનો, લવણસમુદ્રના બે લાખને, અને ધાતકીખંડના ચાર લાખનો સરવાળે સાત લાખ જન થાય છે. એ રીતે સૂત્રમાં દર્શાવેલ અંતર સિદ્ધ થાય છે. સૂ. ૧૬
આ૮ ઓર દશ લાખ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
આઠ લાખનાં સમવાય આ પ્રમાણે છે.--“હવેળા” રૂરિયા ટીકાઈ–મહેન્દ્ર નામના દેવલોકમાં આઠ લાખ વિમાનાવાસ છે. સૂ. ૧૭ દસ લાખનાં સમવાય આ પ્રમાણે છે-“પુરિસરી” રૂલ્યાટ્રિા
ટીકાW--પુષસિંહ નામના પાંચમાં વાસુદેવનું પૂર્ણ આયુષ્ય દસ લાખ વર્ષનું હતું. એટલું આયુષ્ય પૂરું કર્યા પછી તિઓ મરીને પાંચમી પૃથ્વીમાં નારકીની યોનિમાં ઉત્પન્ન થયા સૂ. ૧૭૧
એક કરોડ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ હવે સૂત્રકાર એક કરોડનાં સમયે બતાવે છે--“મને માવ કરાવી
ટીકાઈ--શ્રમણ ભગવાન મહાવીરે તીર્થકર ભવ ગ્રહણ કર્યા પહેલાં પછાનુપૂવની અપેક્ષાએ પેઠ્ઠિલ રાજપુત્રના છઠ્ઠા ભવમાં એક કરોડ વર્ષ સુધી ચારિત્ર પર્યાયનું પાલન કર્યું હતું. ત્યારબાદ આયુષ્ય પૂરું કરીને મારીને તેઓ- સહસ્ત્ર ૨ કલ્પમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવના પર્યાયે ઉત્પન્ન થયા હતા.
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૫૩