Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તીર્થકર શ્રી. આદિનાથ ભગવાનના ચેર્યાસી હજાર શ્રમણ હતા. બધાં વિમાનની સંખ્યા ચોર્યાસી લાખ, સત્તાણું હજાર તેવીસ (૮૪૯૭૦૨૩) છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–પહેલા દેવકથી લઈને પાંચમાં બ્રહ્મદેવલે ક સુધી આ પ્રમાણે ચોર્યાસી લાખ વિમાનાવાસ છે, પહેલા સૌધર્મ કલ્પમાં ૩૨ બત્રીસ લાખ વિમાન, બીજા ઈશાનક૫માં ૨૮ અઠયાવીસ લાખ, ત્રીજા સનકુમારમાં ૧૨ બાર લાખ, ચોથા મહેન્દ્ર ક૫માં ૮ આઠ લાખ, અને પાંચમાં માહેન્દ્ર ક૫માં ૪ ચાર લાખ. એ પાંચે દેવલોકના મળીને (૩ર-૨૮-૧૨-૪=૪) = ૮૪ લાખ વિમાને થાય છે. ત્યાર બાદના લાન્તક કલ્પથી લઈને અનુત્તર વિમા સુધીના સમસ્ત વિમાનાવાસોની સંખ્યા સત્તાણું હજાર વીસ(૭૨૩) છે. જે આ પ્રમાણે છે-લાન્તક ક૫માં ૫૦૦૦૦ પચાસ હજાર સાતમા મહાશક કપમાં ૪૦૦૦૦ ચાલીશહજાર આઠમાં સહસ્ત્રાર કલ્પમાં ૬૦૦૦, છહજાર નવમાં અને દશમાં આનત પ્રાણુત ક૫માં ૪૦૦-૪૦૦, ચારસો ૨ અને અગિયારમાં તથા બારમાં આરણ અચુત કલ્પમાં ૩૦૦-૩૦૦ ત્રણસો રે સૈવેયકના ત્રણ ત્રિક છે. પહેલાઅધસ્તન પ્રવેયકમાં ૧૧૧ એકસો અગિયાર બીજા મધ્યમ ગ્રેવેયકમાં ૧૦૭ એકસોસાત અને ત્રીજા ઉપસ્કિન વેયકમાં ૧૦૦ એકસો તથા વિજ્ય, વૈજયંત, જયંત, અપરાજિત અને સવાર્થસિદ્ધ, એ પાંચ અનુત્તરમાં વિમાને છે તે બધાં વિમાનને સરવાળે સત્તાણ હજાર ત્રેવીસ થાય છે. “કહ્યું છે એમ કહીને અહિં જે ગાથાઓ આવેલી છે તે આ બાબતને ટેકો આપે છે. એવું સર્વદશી સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. સૂ. ૧૨૩
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૨૧