Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પચાસી સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર પંચાશી (૮૫) સંખ્યાવાળાં સમવાયનું કથન કરે છે–આશારસ રૂાદ્રિ !
ટકાથ–પૂર્વાપર વિરોધ રહિત હેવાને કારણે સર્વમાન્ય અને ચૂલિકાયુક્ત બીજ મુતસ્કંધવાળા એવા આચારાંગ સૂત્રના પંચાશી (૮૫) ઉદ્દેશકાળ કહેલ છે. આચારાંગ પહેલું અંગ છે. તેના બે તસ્કંધ છે. પહેલે શ્રુતસ્કંધ નવ અધ્યયને વાળો છે. બીજે શ્રતસ્કંધ પાંચ ચૂલિકાવાળે છે. તે પાંચ ચૂલિકામાંની એક ચૂલિકા નિશીથ નામની છે. તેને અહીં ગ્રહણ કરેલ નથી, કારણકે તે ભિન્ન છે. બાકીની ચાર ચૂલિકાઓમાં પહેલી ચૂલિકામાં સાત અને બીજી ચૂલિકામાં સાત અધ્યયન છે. ત્રીજમાં એક અને ચોથીમાં એક અધ્યયન છે. જે શ્રતસ્કંધમાં જેટલા અધ્યયન અથવા ઉદ્દેશક હેય છે એટલા જ ઉશનકાલ–ઉદ્દેશાવસર તેમાં હોય છે. પહેલાં શ્રતસ્કંધમાં નવ અદયયનમાં અનુક્રમે સાત, છ, ચાર, ચાર, છ, પાંચ, આઠ, ચાર અને સાત ઉદેશનકાલ છે. બીજા શ્રુતસ્કંધની પહેલી ચૂલિકામાં સાત અધ્યયન છે. તેમાં પહેલા અધ્યયનમાં ૧૧ અગિયાર, બીજા અધ્યયનમાં ૩ ત્રણ, ત્રીજામાં ત્રણ, ચેથા, પાંચમા, છટ્ઠા અને સાતમાં એ પ્રત્યેક અધ્યયનમાં બે બે, એ રીતે તે ચારેમાં મળીને આઠ (૮) ઉદ્દેશનકાળ છે. બીજી ચૂલિકામાં સાત અધ્યયન છે. અને તેમાં ઉદ્દેશકાળ નથી. તે ફકત અધ્યયને જ છે. ત્રીજી ચૂલિકામાં એક અધ્યયન છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૨૨