Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કૂળ પ્રવૃત્તિ કરવી તેનું નામ “સ્થવિર અનન્યાશાતના” છે. (૬) એક જ ગુરુના શિષ્ય પરિવારને કુળ” કહે છે તે કુળને અનુકૂળ પ્રવૃત્તિ કરવી તેનું નામ “કુલ અનત્યાશાતના (૭) એક વાચનાચારમાં રહેલ મુનિના સમુદાયને ગણ કહે છે–અથવા પરસ્પર સાપેક્ષ (મેળ એકતા વાળા) અનેક કુળના સમુદાયને ગણ કહે છે. તે ગણને અનુકૂળ વર્તન રાખવું તેનું નામ “ગણ અનન્યાશાતના” છે (૮) ચતુર્વિધ સંઘને અનુકૂળ વર્તન રાખવું તે “સંઘ અનત્યાશાતના” છે. (૯) જિનકલિપક વગેરે ક્રિયાધારી અભિગ્રહધારી જે સાધુઓ હોય તેમને અનુકૂળ આચરણ કરવું તે “ક્રિયા અનત્યાશતના” છે. (૧૦) સમશીલ હોવાના કારણે જે સાધુઓ વચ્ચે ઉપધિ આદિ લેવા દેવોને વ્યવહાર ચાલતું હોય તેઓને સાંભોગિક-સાધર્મિક કહે છે. તેમને અનુકૂળ પ્રવૃત્તિ રાખવી તે સાંગિક અનભાશાતના છે. (૧૧થી૧૫) મતિજ્ઞાન થતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન ધારીઓને અનુકૂળ પ્રવૃત્તિ કરવી તે “અભિજ્ઞાની આદિકની અનત્યાશાતના” છે. બાહ્ય પ્રીતિને ભકિત કહે છે. અને આન્તરિક પ્રીતિને બહુમાન કહે છે. તીર્થકર આદિ કેના ગુણની સ્તુતિ કરવી તેનું નામ “વર્ણ સંજવલન છે. આ રીતે સૂત્ર પ્રતિપાદિત પદ્ધતિ પ્રમાણે અનન્યાશાતના વિનયના ૪૫ પિસ્તાળીસ ભેદ સ્પષ્ટ થાય છે. પણ આ પ્રમાણે ગણવાથી દશનવિનયના ૭૦ સિત્તેર ભેદ થતાં નથી પણ ૫૫ (પંચાવન) ભેદ જ થાય છે તેથી ૭૦ સીર ભેટ પૂરા કરવાને માટે તીર્થંકર આદિ પંદર પદને અનન્યાશાતના, ભકિત, બહુમાન, અને વર્ણસંજવલના, એ ચાર પદે વડે ગુણવાથી ૬૦ ભેદ ભેદ પડી જાય છે. લોકપચાર વિનયના આ પ્રમાણે સાત ભેદ છે-(૧) અભ્યા. સવર્તિત્વ, (૨)પરછંદાનવર્તિત્વ,(૩)કાર્ય હેતુ, (૪) કૂતપ્રતિકૃતિતા, (૫) આનંગવેષતા. (૬) દેશકાલજ્ઞતા અને (૭) સર્વાર્થ-અપ્રતિભતા. શ્રત આદિના અભ્યાસને માટે આચાર્યની પાસે રહેવું તેને “અભ્યાસવતિ' કહે છે. આચાર્યના અભિપ્રાયનું આરાધન કરવું તેને “પરછદાનુવતિ’ કહે છે આચાર્ય પાસેથી મેં શ્રતજ્ઞાન આદિ પ્રાપ્ત કરેલ છે. તેથી તેઓને મારા ઉપર ભારે ઉપકર છે. તેથી મારે તેમની સેવા કરવી જોઈએ એવા વિચારથી આચાર્ય મહારાજની સેવા કરવી તેનું નામ કાર્ય હેતુ વિનય છે “હું આચાર્યની સેવા કરીશ તો આચાર્ય મહારાજ પણ શ્રતાદિ પ્રદાન દ્વારા મારા પર પ્રભુપકાર કરશે આવા વિચારથી આચાર્ય મહારાજની અશનપાન આદિ દ્વારા સેવા કરવી તેનું નામ “કૃતપ્રતિકૃતિત છે. રેગથી પીડાતા ગુજના રેગના નિવારણ માટે ઔષધઆદિની ગવેષણા કરવી તેને “આતંગવેષણ કહે છે. કયા દેશમાં ગુરુને કેવી વસ્તુ અનુકૂળ પડે છે અને કેવી વસ્તુ પ્રતિકૂળ પડે છે–એ જાણી લઈને તે તે વસ્તુઓ દ્વારા ગુરૂની સેવા કરવી તેનું નામ દેશ કાલજ્ઞતા” છે. પ્રત્યેક કાર્યમાં ગુરૂને અનુકૂળ બની રહેવું તેનું નામ “સર્વાર્થ—અપ્ર
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૨૯