Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે. વિનયના ૭૭ સીતેર પ્રકારનીચે પ્રમાણે છે-૭૦સીતેર પ્રકારનું દશનવિનય, અને છસાત પ્રકારનું લેકોપચારવિનય, તેનું તાત્પર્ય એ છે કે વિનયના મુખ્ય બે પ્રકાર છે. (૧) દર્શનવિનય, (૨) લોકપચારવિનય તેમના અનુક્રમે ૭૦ સીતેર અને છસાત ભેદ છે. એ રીતે કુલ ૭૭સીતેર પ્રકાર થાય છે. દર્શન વિનયના ૭૦ સીર ભેદ આ પ્રમાણે છે-તેનાં મુખ્ય બે ભેદ છે-(૧) શુશ્રુષાવિનય અને (ર) અનત્યાશાતના વિનય. તેમાં શુશ્રુષા વિનયના ૧૦ દશ ભેદ છે–(૧)અશ્રુત્થાન(ર)આસનાભિગ્રહ, (૩) આસનપ્રદાન, (૪) સત્કાર, (૫) સન્માન (૬) કૃતિકર્મ, (૭)અંજલી પ્રગ્રહ. (૮) આવતા ગુરુની સામે ગમન, (૯) ગુરુ બેસી જાય ત્યારે તેમની સેવા કરવી અને (૧૦) ગુરુ જાય ત્યારે તેમને મૂકવા માટે જવું. ગુરુમહારાજ આવે ત્યારે આસનેથી ઉભા થવું તેનું નામ “અભ્યસ્થાન છે ગુરુમહારાજ જ્યાં જ્યાં જાય ત્યાં આસન લઈ જવું તેનું નામ “આસનાભિગ્રહ છે ગુરુમહારાજને બેસવા આસન દેવુ તેનું નામ “આસનપ્રદાન છે, ગુરુમહારાજના ગુણગાન ગાવાં તે “સત્કાર” છે. વસ્ત્ર, પાત્ર આદિના પ્રદાન દ્વારા ગુરુ મહારાજનું “સન્માન કરવું તે “સન્માનવિનય છે. તેમને વિધિપૂર્વક વંદના કરવી તે કૃતિકર્મ છે. તેમને હાથ જોડવા તે “અંજલિપ્રગ્રહ છે. તેઓ જતાં હોય ત્યારે તેમની પાછળ પાછળ ચાલવું, આવે ત્યારે તેમની સામે જવું, અને બેસે ત્યારે તેમની સેવા શુશ્રુષા કરવી તે શુશ્રષા વિનયનો આઠમે, નવમે અને દસમે ભેદ છે. “અનન્યાશાતના' એટલે અનુકૂળ વર્તન કરવું. તેના પીસ્તાળીસ ભેદ નીચે પ્રમાણે છે-(૧) “અહંત અનત્યાશાતના, (૨) અરહંત પ્રણીત ધર્મ અનન્યાશાતના, (૩) આચાર્ય અનન્યાશાતના,(૪)ઉપાધ્યાય અનત્યાશાતના,(૫)સ્થવિર અનતાશાતના(૬)કુલ અનયત્યાશાતના (૭)ગણ અનત્યાશાતના,(૮)સંઘ અનાત્યા શાતના, (૯) કિયા અનન્યાશાતના, (૧૦) સંજોગ અનન્યાશાતના, (૧૧)આભિનિબેધિકજ્ઞાની અનત્યાશાતના, (૧૨) શ્રુતજ્ઞાની અનન્યાશાતના (૧૩) અવધિજ્ઞાની અનત્યાશાતના, (૧૪)મન:પર્યવજ્ઞાની અનત્યાશાતના અને કેવળજ્ઞાની અનત્યાશાતના આ પ્રમાણે અનન્યાશાતના વિનયના પંદર ભેદ છે-તે દરેક ભેદના ભકિતવિનય, બહુમાન વિનય, અને વર્ણસંજવલના વિનય એ ત્રણ ત્રણ ભેદ પડે છે. આ રીતે અનન્યાશાતના વિનયના ૧૫૩ =૪૫ (પીસ્તાળીશ) ભેદ થઈ જાય છે. (૧) અહત ભગવાનને અનુકૂળ આચરણ કરવું તે અહત અનત્યાશાતના છે. (૨) અહત કથિન ધર્માનુસાર પ્રવૃત્તિ કરવી તે “અહંત પ્રણીત અનત્યાશાતના” છે. મુખ્યત્વે પાંચ આચાર પાળવાનું જેનું કાર્ય હોય છે તેમને આચાર્ય કહે છે. (૩) તે આચાર્યને અનુકુળ પિતાની પ્રવૃત્તિ રાખવી પ્રતિકૂળ નહી–તે “આચાર્ય અનન્યાશાતના” કહેવાય છે. (૪) મુખ્યત્વે જેમનું કાર્ય કૃતાભ્યાસ કરવાનું હોય એવા ઉપાધ્યાય પરમેષ્ઠીને અનુકૂળ પ્રવૃત્તિ કરવી તેનું નામ “ઉપાધ્યાય અનત્યાશાતના” છે. (૫) સ્થવિર મુનિજનેને અનુ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૨૮