Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અઠ્ઠાસી સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર અઠયાશી (૮૮) નાં સમવાય બતાવે છે–“pજમેજર જે રૂાર !
ટીકાઈ–-પ્રત્યેક ચન્દ્ર અને સૂર્યના પરિવારરૂપ અઠયાસી, અઠયાસી (૮૮-૮૮) મહાગ્રહ કહેલ છે. જો કે બીજી જગ્યાએ મહાગ્રહને ચન્દ્રમાના જ પરિવારરૂપ કહેલ છે, પણ અહીં મહાગ્રહને સૂર્યના પણ પરિવારરૂપ દર્શાવ્યા છે તે સૂર્ય ઈન્દ્ર છે, એ અપેક્ષાએ કહેલ છે. બારમાં દૃષ્ટિવાદ અંગના અઠયાશી (૮૮) સૂત્ર કહેલ છે. આ અંગેના પરિકર્મ, સૂત્ર પૂર્વગત. પ્રથમાનુગ, અને ચૂલિકા એ પાંચ ભેદ છે આ અંગને જે બીજે સૂત્ર નામને ભેદ છે તેમાં ૮૮ અઠયાશી સૂત્ર કહેલ છે. તે જુસૂત્ર, પરિણત, અપરિણત, ઈત્યાદિ પ્રકારે નન્દીની જેમ સમજવા મંદર પર્વતની પૂર્વ દિશાના અતિમ ભાગથી ગેસ્તૂપ આવાસ પર્વતને પૂર્વનાં અન્તિમ પ્રદેશ અઠયાસી (૮૮) હજાર યોજન દૂર છે. મેરુ પર્વતની પૂર્વ દિશાના અન્તિમ ભાગથી જંબૂઢીપને અન્તિમ પ્રદેશ પીસ્તાળીસ હજાર યોજન પ્રમાણ છે, ત્યાંથી ગોસ્તૂપ પર્વત ૪૨૦૦૦ બેંતાળીસ હજાર યોજન દૂર છે. તથા તે પર્વત ૧૦૦૦ એક હજાર જનના વિષ્કલવાળે છે. એ રીતે ૪૫૦૦૦, પીસ્તાળીસ ૪૨૦૦૦,
તાળીસ અને ૧૦૦૦ એક હજારને સરવાળો ૮૮૦૦૦ અઠયાશી હજાર યોજન થાય છે. તેથી મેરુના પૂર્વાન્ત પ્રદેશથી ગોતૂપને પૂર્વાન્ત પ્રદેશ ૮૮૦૦૦ અઠયાસી હજાર યોજન દૂર છે. એ જ પ્રમાણે ચારે દિશા વિષે સમજવું. તેનું તાત્પર્ય એ છે કેમેરુ મેર્વતના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના અન્તિમ ભાગથી, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના દકભાસ, શંખ, અને દકસીમન પર્વતના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના ચરમાન્ત પ્રદેશો ૮૮-૮૮ અઠયાશી–અઠયાસી હજાર યોજનને અંતરે છે. સભ્યન્તર મંડળરૂપ ઉત્તરદિશાથી પહેલા છ માસ સુધી દક્ષિણચન્દ્ર કરતો સૂર્ય ૪૪ ચુંમાલીસામાં મંડળ પર આવીને દિવસના ૧એક મુહૂર્તના ૮૮ અઠયાસી ભાગોમાંથી ૬૧માં ભાગ સુધી ક્ષય કરીને અને રાત્રિની વૃદ્ધિ કરીને ભ્રમણ કરે છે. એ જ પ્રમાણે છ માસ સુધી દક્ષિણાયન કરતે સૂર્ય ૪૪ ચુંવાલીસમાં મંડળ પર પહોંચીને રાત્રિરૂપ ક્ષેત્રના એક મુહૂર્તના ૮૮અઠયાસી ભાગોમાંની ૬૧ એકસઠ ભાગ સુધી ક્ષય કરીને અને દિવસરૂપ ક્ષેત્રની વૃદ્ધિ કરીને ભ્રમણ કરે છે. તેનું તાત્પર્ય એ છે કે દક્ષિણાયનમાં સૂર્ય દિવસનું પ્રમાણ ઘટાડે છે અને રાત્રિમાન વધારે છે, પણ ઉત્તરાયનમાં દિનમાન વધારે છે અને રાત્રિમાન ઘટાડે છે સૂ.૧૨૭
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૨૫