Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાની કલાને “સજીવનિજીવકરણકલા” કહે છે. પક્ષીઓની બોલી સમજવાનું જ્ઞાન આપનાર શકુનિતકલા છે આ કલાઓનું વિશેષ સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા રાખનારાઓએ મેં લખેલી જ્ઞાતાસૂત્રની ટીકા વાંચવી તેમાં તે કલાઓના સ્વરૂપ વિષે વધુ માહિતી આપેલ છે. સમૃØિમ જન્મવાળા ખેચર પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૨ બેતેર હજાર વર્ષ સુધીની કહેલ છે.
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે તેર(૭૨)સંખ્યાવાળા સમવાયાંગનું કથન કર્યું છે. તેઓએ આ સૂત્રમાં બતાવ્યું છે કે સુપર્ણકુમારના તેર લાખ આવાસ છે. તેમાંનાં ૩૪ ચેત્રીસ લાખ આવાસ ઉત્તરના નિકાયમાં અને ૩૮ આડત્રીસ લાખ આવાસ દક્ષિ
ના નિકાયમાં છેદશ પ્રકારના ભવનપતિ હોય છે તેઓ જંબુદ્વીપમાં આવેલા સુમેરુ પર્વતની નીચે તેના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તિરકસ અનેક કોટાકોટી લક્ષ જન સુધી રહે છે. અસુરકુમાર ખાસ કરીને આવાસોમાં જ અને કયારેક ભવનોમાં પણ વસે છે, પણ નાગકુમાર આદિ બાકીના ભવનપતિ તે ભવનોમાં જ રહે છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપર તથા નિચેના એક એક હજાર જન છેડીને બાકીના અઠોતેર (૭૮) હજાર યોજન પ્રમાણ ભાગમાં બધી જગ્યાએ આવાસે છે. પણ ભવન રત્ન પ્રભાની નીચે નેવું હજાર યોજન પ્રમાણ ભાગમાં જ હોય છે. આવાસ મોટા મંડપ જેવા હોય છે પણ ભવન નગર જેવાં હોય છે, ભવન બહારથી ગળાકાર, અંદરથી સમચોરસ અને તળીયેથી પુષ્કરકર્ણિકા જેવાં હોય છે અહીં સુપર્ણકુમારોનાં ભવનરૂપઆવાસોનું વર્ણન છે. તે કુલ બાર લાખ છે. બેતેિર હજાર નાગકુમાર દેવો લવણસમુદ્રની ધાતકીખંડદ્વીપ તરફની ૧૬ સોળ હજાર એજનના ઉત્સવની અને દસ હજાર
જન લાંબી બેલા(જલરાશિ) ધારણ કરે છે. ભગવાન મહાવીર ૭૨ તેર વર્ષનું કુલ આયુષ્ય ભોગવીને મોક્ષે ગયા. સ્થવિર અલભ્રાતાનું આયુષ્ય પણ ૭૨ બોતેર વર્ષનું હતું. એટલું આયુષ્ય ભોગવીને તેઓ પણ સિદ્ધગતિ પામ્યાં. પુષ્કરાર્ધક્ષેત્રમાં ત્રણે કાળમાં ૭૨ તેર ચદ્રમા અને ૭૨ બોતેર સૂર્ય રહે છે. તેમાં વધઘટ થતી નથી, પ્રત્યેક ચક વતિની સત્તા નીચે ૭૨-૭ર (બોતેર, તેર) હજાર ઉત્તમ નગર હોય છે. લેખ, ગણિત, રૂપ આદિના ભેદથી બેતેર (૭૨) કલાઓ હોય છે. સંમૂછિમ જન્મવાળા જે પચેન્દ્રિય પક્ષીઓ હોય છે તેમની ભવસ્થિતિ તેર હજાર વર્ષની હોય છે સૂ. ૧૧૧
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૦૮