Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઈક્કાસી સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર એક્યાસી (૮૧) સંખ્યાવાળાં સમવાય બતાવે છે-“નવ ના मियाणं भिकखुपडिमा' इत्यादि।
ટીયાર્થ–નવ દિવસની એવી નવ નવ ભિક્ષપ્રતિમાનું એક્યાસી (૮૧) દિવસમાં એવી નવ નવ ૪૦૫ દત્તિ દ્વારા સૂત્રાનુસાર આરાધન કરાય છે. કુંથુનાથ ભગવાન આઠ હજાર એક સ (૮૧૦૦) મન:પર્યવ જ્ઞાનને ધારણ કરનારા હતા. વિવાહ પ્રજ્ઞપ્તિમાં–ભગવતીમાં ૮૧૦૦ એકાસી મહાયુગ્મ છે. અહીં “શત શબ્દ આગમાંશ” દર્શક છે. તથા મહાયુગ્મ શબ્દ “મહારાશિ” દર્શક છે. તેનું તાત્પર્ય એ છે કે ભગવતીસૂત્રમાં યુમાદિરૂપ જે શિવિશેષને વિચાર કરાયો છે–તે વિચાર સ્વરૂપ એક્યાસીસો (૮૧૦૦) આગમાંશ છે.
ભાવાર્થ-ભાવાર્થ સ્પષ્ટ છે. અહીં ૮૧ એકાસી દિવસમાં જે નવ નવમિકા ભિક્ષુપ્રતિમાનું ૪૦૫ ચાર પાંચ દત્તિ દ્વારા આરાધન બતાવ્યું છે. તેમાં દક્તિયોને ક્રમ આ પ્રમાણે છે. પ્રત્યેક નવકના પહેલે દિવસે દરરોજ એક દત્તિ અન્નની અને એક દત્તિ પાનની લેવાય છે. આ રીતે પ્રત્યેક નવકના બીજા દિવસે (નવદિનમાં) બે દક્તિ અન્નની અને બે દત્તિ પાનની એમ પ્રત્યેક નવકમાં એક એક દત્તિની વૃદ્ધિ કરતાં નવમાં નવકમાં નવ દત્તિ અન્નની અને નવ દક્તિ પાનની લેવાય છે. આ રીતે દરેક નવકની ૪૫ પીસતાલીસ અન્નજળની દત્તિ થાય છે. ૪૫ પીસ્તાલીસને ૯ નવ વડે ગુણતાં ૪૦૫ ચાર પાંચ અન્નજળની દત્તિયે નવ નવકમાં ગ્રહણ કરાય છે.સૂ.૧૨
બયાસી સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર ગાશી (૮૨) સંખ્યાવાળાં સમવાયોનું કથન કરે છે-ગંધી इत्यादि।
ટીકાર્ય–જંબુદ્વીપમાં સૂર્ય એક ખ્યાશી (૧૮૨) મંડળમાં બે વાર પ્રવેશ કરીને પરિભ્રમણ કરે છે. જંબૂદ્વીપમાંથી નીકળતી વખતે તથા જ બુદ્વીપમાં પ્રવે. શતી વખતે સૂર્ય એ પરિભ્રમણ કરે છે. તાત્પર્ય આ પ્રમાણે છે- સૂર્યના બધા મળીને ૧૮૪ એક ચેયસી મંડળ છે. તેમાંના સભ્યન્તર અને સર્વબાહ્ય એ બે મંડળોમાં સૂર્ય એક વાર જ પ્રવેશ કરીને સંચરણ કરે છે. અને બાકીના એક ખ્યાશી
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૧૭