Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જનમાંથી એકલાખ એકહજાર એજન બાદ કરવાથી જે ૭૯૦૦૦ એજન રહે છે તે વડવામુખ પાતાલકલશની ચરમાન્ત પ્રદેશથી રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્ત પ્રદેશનું અંતર છે. રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્ત ભાગથી કે, ચૂપ, અને ઈશ્વર નામના પ્રત્યેક પાતાલકલશના ચરમાન્ત ભાગનું અંતર પણ એટલું જ છે. પાંચમી જે ધૂમપ્રભા નામની પૃથ્વી છે તેના બરાબર મધ્ય ભાગથી છઠ્ઠા ઘને દધિને નીચેને અન્તીમ ભાગ પણ એટલે જ અંતરે છે. જંબુદ્વીપના એક કારનું પરસ્પર વચ્ચેનું અંતર ૭૯ ઓગણ્યાએંસી હજાર યોજન કરતા થોડું વધારે છે સુ. ૧૧૮
અસી સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર એંસી (૮૦) સંખ્યાવાળાં સમવાયે બતાવે છે જે अरहा' इत्यादि।
ટીકાર્થ—અગિયારમાં તીર્થકર શ્રેયાંસનાથ ભગવાન એ સી (૮૦) ધનુષ પ્રમાણ ઊંચા હતા. તેમના સમકાલીન ત્રિપૃષ્ઠ વાસુદેવ પણ એંસી (૮૦) ધનુષ પ્રમાણ ઊંચા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવે એંસી ૮૦ લાખ વર્ષો સુધી મહારાજ પદ ભોગવ્યું તેમનું આયુષ્ય ૮૪ ચોર્યાસી લાખ વર્ષનું હતું, તેમાંના ૪ ચાર લાખ વર્ષ તેમણે કુમારાવસ્થામાં વ્યતીત કર્યા હતાં. અચલ નામના પહેલા બળદેવની ઊંચાઈ પણ એંસી (૮૦) ધનુષ પ્રમાણ હતી. રત્નપ્રભા પૃથ્વીના ત્રીજે જલબહલકાંડ ૮૦ (એંસી) હજાર જન જાડે (પહોળ) છે. દેવરાજ ઈશાન ઈદ્રના એંસી હજાર સામાનિક દે છે. જંબુદ્વીપમાં ૧૮૦ એકસે એંસી જન ભમીને સૂર્ય ઉત્તર દિશામાં પ્રવેશ કરીને સભ્યન્તર મંડળમાં ઉદય પામે છે સૂ. ૧૧
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૧૬