Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મળીને આઠ કૃષ્ણરાજી છે. તેઓમાંની પૂર્વ દિશાની જે કૃણરાજી છે તે દક્ષિણદિશાની બાહ્ય કૃષ્ણરાજીની અડે અડ (સંસ્કૃષ્ટ) છે. દક્ષિણ દિશાની જે કૃષ્ણરાજી છે તે પશ્ચિમ દિશાની બાહ્યકૃષ્ણરાજ સાથે સંસ્કૃષ્ટ છે. પશ્ચિમ દિશાની અંદરની કૃષ્ણરાજી ઉત્તરદિશાની બાહ્ય કૃષ્ણરાજ સાથે સંસ્કૃષ્ટ છે. તથા ઉત્તર દિશાની અંદરની કૃષ્ણરાજી પૂર્વ દિશાની બાહ્યકૃષ્ણરાજી સાથે સંસ્કૃષ્ટ છે. તે રાજી આયામની અપેક્ષાએ અસંખ્યાત જન-પ્રમાણ છે, તથા વિસ્તારની અપેક્ષાએ સંખ્યાત
જન પ્રમાણ છે. તેમને પરિઘ અસંખ્યાત જનને છે. એ કૃષ્ણરાજેિમાંની પૂર્વ અને પશ્ચિમ દિશાની બહારની તરફ આવેલી બે કૃણરાજીયો ષટકોણના આકારની છે. ઉત્તર અને દક્ષિણ દિશાની જે બે બાહ્યકૃષ્ણરાજિયે છે તે ત્રિકોણાકારની છે.
એ જ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ દિશાની જે બે આભ્યન્તરિક કૃષ્ણરાજી છે. તે ચતુ૦ણના આકારની છે. અને ઉત્તર અને દક્ષિણ દિશાની જે બે આલ્યન્તરિક કારાઓ છે તે પણ ચતુષ્કોણના આકારની છે. ભગવતી સૂત્રના છઠ્ઠા શતકના ૩૦૦ ત્રણસો પૂર્વમાં “gીવા છતા ઈત્યાદિ ગાથાઓ દ્વારા એ વાત જ દર્શાવવામાં આવી છે. લવપરિમાણની અપેક્ષાએ દરેક મુહૂર્ત ૭૭ સીતેર લવનું કહેલ છે. હૃષ્ટપૃષ્ટ પ્રાણુના એક શ્વાસોચ્છવાસને “પ્રાણ” કહે છે. સાત પ્રાણને એક “સ્તક’ થાય છે. અને સાત સ્તકનો એક લવ થાય છે, અને ૭૭ સીતેર લવનું એક મુહૂર્ત થાય છે.
ભાવાર્થ-ભરત ચક્રવતિ ૭૭ સીતેર લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં રહ્યા હતા. (૮૪) ચોર્યાસી લાખ વર્ષનું એક પૂર્વાગ થાય છે. અને ૮૪ ચોર્યાસી લાખ પૂર્વાગનું એક પૂર્વ બને છે.) એટલા સમય પછી તેમને મહારાજા તરીકે અભિષેક થયે હતે. અંગવંશના ૭૭ સીતેર હજાર રાજાઓએ ભગવતી દીક્ષા લીધી હતી. ગઈતોય અને તષિતદેવને ૭૭ સીત્યોતર હજારને દેવ૫રિવાર છે. એક મુહૂર્તના ૭૭ સીતેર ભાગ પાડીએ તે તે દરેક ભાગને “લવ' કહે છે. સૂ. ૧૧૬
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૧૨