Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રોનું ચાતુર્યયુકત જ્ઞાન ગાનારને થાય છે. મૃદંગ આદિ વાજિંત્રો બનાવવાની નિપુણતા જે કલા દ્વારા મળે છે તે કલાને પુષ્કરગત કલા કહે છે. જો કે વાજિંત્રકલામાં જ તેને સમાવેશ થ જોઈતો હતે, છતાં પણ તેને કલાનું સ્વતંત્ર અંગ માનવાનું કારણ એ છે કે મૃદંગવાદન સંગીતનું એક સર્વશ્રેષ્ઠ અંગ છે. ગીતાદિ-માનરૂપ તાળની સમાનતા જે કલા દ્વારા જાણી શકાય છે તે કલાનું નામ સમતાલકલા છે. ઘતકલાનો જાણકાર જુગાર રમવામાં હોંશિયાર હોય છે જુગારનો એક ભેદ જનવાદ છે. તેમાં નિપુણતા મેળવવી તેનું નામ જનવાદ કલા છે. રિપત્ય કલા દ્વારા નગરને સુરક્ષિત રાખવાની તરકીબ આવડે છે. અષ્ટાપદ નામને એક જુગાર છે. તેમાં નિપુણ થવું તે કલાને અષ્ટાપદ કલા કહે છે. માટી અને પાણીની મદદથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાની કળાને દકમૃત્તિકાકલા કહે છે. રસોઈ બનાવવામાં નિપુણતા અપાવનાર કળાને અન્નવિધિ કલા કહે છે. પેય વસ્તુઓના ગુણદોષ જાણવાની ચતુરાઈ જે કળા દ્વારા મળે છે તે કળાને પાનવિધિકલા કહે છે. વસ્ત્ર વણવાની, દેવાની અને રંગવાની કલાને વસ્ત્રવિધિ કલા કહે છે. શય્યા રચવાની તથા તેના પર શયન કરવાની પદ્ધતિ બનાવનાર કલાને શયનવિધિકલા કહે છે. આર્યાછંદમાં કાવ્ય રચવાની ચતુરાઈ આપનાર કલાને આયકલા કહે છે. ગૂઢ અર્થવાળાં કાવ્યોનું નિમાર્ણ કરવાની કળાનું નામ પ્રહેલિકાકલા છે મગધ દેશ આદિની ભાષાનું જ્ઞાન થવું તે કળાને માગધિક્કલા કહે છે. પ્રાકૃત ભાષામાં ગાથાઓ રચવાની એગ્યતા આપનાર કલાને ગાથા કહે છે. શ્લોક બનાવવાનું તથા તેના અર્થનું પરિજ્ઞાન થાય તે કલાને લોકકલા કહે છે. સુગંધિદાર વસ્તુઓ બનાવવાની પદ્ધતિ જેના વડે શીખવા મળે છે તે કલાને ગંધયુકિતકલા કહે છે. મીણ બનાવવાની રીત બનાવનાર કલાને મધુસિકથકલા કહે છે. અલંકારેને યોગ્ય સ્થાને ધારણ કરનારની ચતુરાઈ જે કલાથી આવે છે તે કલાને આભરણવિધિ કહે છે. “તણી પ્રતિકર્મએ ૨૭ સત્યાવીશમી કલા છે. યુવતીઓનું સૌદર્ય વધારનાર નુસખા બતાવનાર કલાને સ્ત્રીલક્ષણાકલા કહે છે. પુરુષનાં લક્ષણોનું વિશિષ્ટ જ્ઞાન આપનાર કલાને પુષલક્ષણ કલા કહે છે. ઘોડાનાં સારાં નરસાં લક્ષણે બતાવનાર કલાને હુયલક્ષણ કલા કહે છે. હાથીઓનાં સરિ નરસાં લક્ષણે બતાવનાર કલાને ગજલક્ષણ કલા કહે છે. ગાય સારી છે કે ખરાબ છે તે તેના શરીરના ચિઠ્ઠો પરથી બતાવનાર કલાને ગેલક્ષણ કલા કહે છે. એ જ પ્રમાણે કુકકુટ લક્ષણકલા, મેષલક્ષણકલા ચકલક્ષણકલા, છત્રલક્ષણકલા, દંડલક્ષણકલા, અને અસિલક્ષણકલા પણ સમજવી, મણિની પરીક્ષા કરવામાં નિપુણતા આપનાર કલાને, મણિલક્ષણકલા અને ચક્રવતિના ખાસ પ્રકારના કાકિણી રત્નની પરીક્ષા કરવાની કલાને કાકિણી લક્ષણ કલા કહે છે આ કલા દ્વારા કલાવિદ એ જાણી શકે છે કે આ રત્ન વિષાવહારક છે અને માન ઉન્માન
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૦૫