Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૮ અઢાર લાખ પૂર્વ કુમારાવસ્થામાં અને ૫૩ તેપન લાખ પૂર્વ રાજ્યવસ્થામાં વ્યતીત કર્યા હતાં. ત્યારબાદ તેમણે ભગવતી દીક્ષા લીધી હતી. એ જ પ્રમાણે અજિતનાથ ભગવાનના સમકાલીન, અને બીજા ચક્રવર્તિ એવા સગર ચક્રવતિએ પણ એકેતેર લાખ પૂર્વ સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા પછી ભગવતી દીક્ષા ધારણ કરી હતી. એ સૂ. ૧૦૦ છે
બહત્તર સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર તેર (૭૨) સંખ્યાવાળાં સમવાયનું કથન કરે છે-“વાવત્તર सुवनकुमारावाससयसहस्सा' इत्यादि !
ટીકાર્થ–સુવર્ણકુમાર દેના બેતેર (૭૨) લાખ આવાસ છે. જેમાંના ૩૮ અડત્રીસ લાખ દક્ષિણનિકાચમાં અને ૩૪ ચોત્રીસ લાખ ઉત્તર નિકાયમાં છે, લવ
સમુદ્રની વેલા-શિખાને ૭૨ બેતેર લાખ નાગકુમાર દેવો ધારણ કરે છે. તે ધાતકીખંડ દ્વીપની તરફ છે અને તેને ઉસેધ - ઊંચાઈ સેળ હજાર એજનની અને વિષ્કસ દસ હજાર એજનને છે. શ્રમણ ભગવાન મહાવીરનું આયુષ્ય ૭૨ બેતેર વર્ષનું હતું. તેમાંનાં ૩૦ ત્રીસ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા. ૧રા સાડાબાર વર્ષ અને એક પખવાડિયા સુધી છઘસ્થ અવસ્થામાં, અને ૩૦ ત્રીસ વર્ષથી છેડા ઓછા સમય સુધી કેવલીની પર્યાયમાં રહ્યા હતા. ૭ર તેર વર્ષનું આયુષ્ય પૂરું કરીને તેઓએ સિદ્ધપદ પ્રાપ્ત કર્યું અને સમસ્ત દુઃખોથી તેઓ રહિત બન્યા. ભગવાન મહાવીરના નવમા ગણધર અચલભ્રાતાનું આયુષ્ય પણ તેર વર્ષનું હતું. તેમાંના ૪૬ છેતાલીસ વર્ષ તેમણે ગૃહસ્થાશ્રમમાં, ૧૨ બાર વર્ષ છદ્મસ્થાવસ્થામાં અને ૧૪ ચૌદ વર્ષ કેવલી પર્યાયમાં વ્યતીત કરીને ૭૨ તેર વર્ષની ઉંમરે તેઓ સિદ્ધપદ પામ્યાં અને સમસ્ત દુખેથી મુક્ત થયાં. પુષ્કરાઈ દ્વીપમાં ૭૨ બેતેર ચંદ્રમા છે-પહેલી પંક્તિમાં ૩૬ છત્રીસ અને બીજી પંકિતમાં ૩૬ છત્રીસ. તે ૭૨ બતેર ચન્દ્રમાં પહેલા ત્યાં પ્રકાશતા હતા, હાલમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાશશે એજ પ્રમાણે ત્યા ૭ર બે તેર સૂર્યો તપતા હતા, તપે છે અને ભવિષ્યમાં પણ તપશે. પ્રત્યેક ચાતુરન્ત ચક્રવર્તિના બોતેર, તેર હજાર ઉત્તમ નગર હેય છે. વિજ્ઞાનરૂપ કલાઓ ૭૨ બ તેર છે. તેમના નામ આ પ્રમાણે છેઅક્ષર વિન્યાસરૂપ લેખકલા-તે કલા બે પ્રકારની હોય છે-(૧) લિપિરૂપ અને (૨) વિષયરૂપ. લિપિરૂપ જે કલા છે તે ૧૮ અઢાર પ્રકારની હોય છે, તે વાતને અઢારમાં
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૦૩