Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમવાયમાં પ્રકટ કરવામાં આવી ગયેલ છે. અથવા લાટાક્રિના ભેદથી લિપિ અનેક પ્રકારની પણ હાય છે. તથા પત્રમાં, વમાં, લાકડામાં, હાથીદાંતમાં, લેાઢામાં. તાંબાના પતરામાં, ચાંદીનાં પતરામાં ખેાદીને-કાતરીને અક્ષરનું જે નિર્માણ કરાય છે અથવા 'રાસીયા આદિ વડે વસ્ત્રો પર જે અક્ષરા પાડવામાં આવે છે તેને લિપિરૂપ કલા કહે છે. વિષયરૂપ કલા પણ અનેક પ્રકારની હોય છેજેમકે શેઠ નાકના, પિતા પુત્રના, ગુરુ શિષ્યના, પતિ પત્નીના, શત્રુ અને મિત્ર આદિને પરસ્પરમાં જે પત્રવ્યવહાર થાય છે. તેના વિષયભૂત વિષચે અનેક પ્રકારના હેાય છે. તથા પ્રયે જનના ભેદની દૃષ્ટિએ પણ લેખના અનેક પ્રકારના વિષય હોય છે. તેથી અક્ષર વિન્યાસરૂપ કલાના બીજાભેદના-વિષયરૂપ કલાના અનેક પ્રકાર થાય છે. કારણ કે વિષય ભેદના પ્રમાણે જ ત્યાં અક્ષરાના વિન્યાસ રહે છે. લિપિરૂપ કલામાં પણ અક્ષરાના વિન્યાસ રહે છે પણ તે પ્રયાજન વિના લખાયેલ રહે છે જેમકે અ, બા, હૈં, હૂઁ, વગેરે અક્ષરાના વિન્યાસ પણ “તમે કયાં જાવ છો” ઇત્યાદિ અભિપ્રાયથી જ્યારે અક્ષરાના વિન્યાસ કરાય છે ત્યારે તે વિષયરૂપ લિપિકલા ગણાય છે. એ જ પ્રમાણે બીજા પણ વિષયાને સમજી લેવા, અક્ષરાના અતિકાશ્ય, અતિસ્થૌલ્ય, વૈષમ્ય, પતિવકતા, આદિ દોષો બતાવ્યા છે. તે દોષોથી રહિત લિપિના વિન્યાસ કરવા તે સઘળાને વિષયરૂપ લિપિમાં જ સમાવેશ થયેલ સમજવે. ગણતરી કરવી તેનુ નામ ગણિત છે. સરવાળા, બાદબાકી છગેરે ગણિતના જેટલા વિષયેા છે તેને સમાવેશ આ કલામાં થઈ જાય છે. આ પ્રકારની કલામાં લેપ્ય, શિલા, સુવર્ણ, મણિ અને વસ્ત્રોની ઉપર જે ચિત્રકલા કરવામાં આવે છે અને તેમાં રંગ આદિ પૂરીને જે સુંદરતા લવાય છે, તે બધા વિષયેા આવી જાય છે. નાટયકલામાં અભિનયપૂર્વ કે વિનાઅભિનય જે નૃત્ય કરાય છે તેના સમાવેશ થાય છે. ગીતકલામાં ગાવાની કલાનું જ્ઞાન વિજ્ઞાન આવી જાય છે. વાજિંત્રકલામાં વિવિધ પ્રકારના વાજા અને વાજિ ંત્રા બજાવવાની ચતુરાઈને સમાવેશ થાય છે. સ્વરગત કલામાં ગાયનના મૂળભૂત ખંડન, ઋષમ આદિ સ્ત્ર
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૦૪