Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અમાસ હોય છે. જો કે સામાન્ય હિસાબથી સાઠ પૂર્ણિમા અને અમાસો થવી જોઈએ, પણ કયા પ્રકારની ગણતરીથી ૬૨-૬૨ બાસઠ-બાઠ થાય છે તે સૂત્રકારે ટીકાના અર્થમાં સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. વાસુપૂજ્ય પ્રભુના ૬૨ બાસઠ ગણ અને ૬૨ બાસઠ ગણધર હતાં. શુકલપક્ષને ચન્દ્ર પ્રતિદિન ૬૨ બાસઠ ભાગ સુધી વધે છે કૃષ્ણપક્ષમાં તે ૬૨ બાસઠ ભાગ સુધી ક્ષય પામે છે. સૌધર્મ અને ઈશાન, એ બને કલ્પના પ્રથમ પ્રસ્તારમાં જે ચાર વિમાન શ્રેણિયે છે, તેના મધ્યભાગમાં ઉડુ નામનું વિમાન છે. વિમાનની ચારે દિશામાં બાસઠ, બાસઠ વિમાને છે. વૈમાનિક દેવોના સમસ્ત પ્રસ્તર બાસઠ છે. સૂ ૧૦૧
તિરસઠ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર તેસઠ [૬૩) સંખ્યાવાળાં સમવાય દર્શાવે છે ‘વરમેળ મારા ત્યાદ્ધિા ટીકાથે-કૌશલાધિપતિ રૂષભદેવ પ્રભુએ તેસઠ(૬૩)લાખ પૂર્વ સુધી રાજ પદ ભોગવ્યું હતું. ત્યાર બાદ તેઓ દીક્ષિત થઈને અગારાવસ્થાથી અણગારાવસ્થા યુકત થયા
હરિવર્ષ અને રમ્યુકવર્ષના મનુષ્ય માતાપિતા દ્વારા પાલન કરાયા વિનાતેસઠ ૬૩) દિનરાતમાં જ યૌવનાવસ્થા પ્રાપ્ત કરે છે. નિષધ વર્ષધર પર્વત ઉપર તેસઠ (૬૩) સુર્ય મંડલ છે—એ જ પ્રમાણે નીલવંત પર્વત પર પણ તેસઠ (૬૩) સૂર્યમંડળ છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે –
મેરની એક તરફ જે નિષધ છે તેના શિખર પર તેસઠ સૂર્યમંડળ છે. આ નિષધ પર્વત હરિવર્ષ અને વિદેહને જુદા પાડે છે. વિદેહક્ષેત્ર સઘળાં ક્ષેત્રોની વચ્ચે છે, તેથી મેરુ પર્વત પણ તે ક્ષેત્રની બરાબર મધ્યમાં રહેલ છે. વિદેહ અને રમકવર્ષને અદા કરનાર નીલપર્વત છે. તે કારણે સૂત્રકારે અહીં નિષધ અને નીલ, એ બે પર્વતનો ઉલ્લેખ કર્યો છે. હરિવર્ષ ક્ષેત્રની જે જીવા છે તેની કોટી પર બે
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૯૦