Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૬૭ થી ભાગતાં જ આવે છે. બીજી સ ખ્યા વડે ભાગતાં આવતી નથી. કારણ કે એમ કરવામાં આવે તે સીમાંવિકૅભમાં વિશ્વમાંશતા આવે છે તેનું કારણ આ પ્રમાણે છે–એક નક્ષત્ર અહોરાત્રમાં જેટલા ક્ષેત્રને ભોગવે છે તેટલા ક્ષેત્રના ૬૭ સડસઠ ભાગ કરવા તે ૬૭ સડસઠ ભાગમાંથી ૨૧ એકવીસ ભાગ લેવાતે અભિજિતુ નક્ષ ત્રનો સીમાવિષંભ ૨૧/૬૧ થાય છે. એટલે કે ૨૧/૬૭ ભાગ પ્રમાણ ક્ષેત્રમાં અભિજિત નક્ષત્રને ચન્દ્રમાની સાથે વેગ થાય છે એમ કહેવાય છે. તથા અહેરાત્રનું પ્રમાણ ૩૦ (૩૦) મુહૂર્તનું હોય છે. તે ત્રીસને ૨૧ વડે ગુણતા છ ત્રીસ (૩૦) ભાગ થાય છે. હવે ૬૩૦ છસો ત્રીસ ભાગને ૬૭ સડસઠ વડે ભાગતાં ૯ ૨૭/૬૭ ભાગ આવે છે. એ જ અભિજિત્ નક્ષત્રની કાલસીમા સમજવી. એટલે કે સમય એટલા સુધી જ અભિજિત નક્ષત્રને ચન્દ્રની સાથે વેગ રહે છે. એ જ વાત “મિ પુરચં ” ઈત્યાદિ ગાથાઓ દ્વારા કહેવામાં આવી છે. આ પ્રકારે ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ અભિજિત્ નક્ષત્રનો ચન્દ્રની સાથે યોગ થાય છે. તથા શતભિષગ્ર, ભરણી, આદ્ર અશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા, એ નક્ષત્રોનું જે અહેરાત્રભાગ્યક્ષેત્ર છે તેના ૬૭ સડસઠ ભાગમાંથી ૩૩ ભાગ પ્રમાણ સુધી તે શતભિષફ આદિ છ નક્ષત્રોને સીમાવિષ્ઠભ થાય છે. હવે ૩૩ ને અહોરાત્રના પરિમાણરૂપ ૩૦ ત્રીસ વડે ગુણતાં ૧૦૦૫ આવે છે. તેને ૬૭ સડસઠ વડે ભાગતાં ૧૫ ૧૬૭ (પંદર) આવે
છે, એ જ તેમની કાળસીમા છે. એ કાળસીમા આગળ બતાવી તે પ્રમાણે છે પંદર મુહૂર્તોની આવે છે. “ફરતંત્ર (કહ્યું પણ છે)” એમ કહીને “તમિરયા” આદિ જે ગાથાઓ છે તે પણ આ વાતને પુષ્ટિ આપે છે. આ પ્રમાણેના શત ભિષ આદિ છે નક્ષત્રોને ચન્દ્રમાની સાથે ૧૫ પંદર મુહૂર્તને યોગ કાળ અને ક્ષેત્રની અપેક્ષાએ સમજ, ‘ઉત્તરા” પદ વાળાં ત્રણ નક્ષત્રો તથા પુનર્વસુ, રોહિણી અને વિશાખા, એ ત્રણ નક્ષત્રો મળીને કુલ છ નક્ષત્રોનું જે અહોરાત્ર ભેગ્ય ક્ષેત્ર છે તેના સડસઠ ભાગ કરવા, અને તેમાં ૬૭ સડસઠ અર્ધા એટલે કે ૩૩ ઉમેરવા આ રીતે સરવાળે ૧૦૦ આવે છે. તેટલો તે ૬ ૭ નક્ષેત્રોને સીમાવિષંભ છે. હવે તે સંખ્યાને ૩૦ ત્રીસ વડે ગુણતાં ૩૦૧૫ ત્રણ હજાર પંદર આવે છે. તેને ૬૭ સડસઠ વડે ભાગતાં ૪૫ પિસતાલીસ આવે છે. આ રીતે કાળસીમાં ૪૫ પિસ્તાલીશ મુહૂર્તની આવે છે. કહ્યું છે એમ કહીને “તિને ઉત્તર વગેરે જે ગાથાઓ અહીં
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૯૫