Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અડસઠ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર અડસઠ (૬૮) સંખ્યાવાળાં સમવાય બતાવે છે–પાશ્ચત્તરે इत्यादि।
ટીકાથ—–ઘાતકી દ્વીપમાં અડસઠ (૬૮) ચક્રવતિ વિજય છે, અને ૬૮ અડસઠ જ રાજધાનીઓ છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૬૮ અડસઠ તીર્થકરે ઉત્પન્ન થયા છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. એ જ પ્રમાણે ત્રણે કાળમાં ચક્રવર્તિ, બળદેવ અને વાસુદેવની પણ ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૬૮-૬૮ની સંખ્યામાં ઉત્પત્તી થાય છે. અર્ધા પુષ્કરવાર દ્વીપમાં ધાતકીખંડની જેમ જ ૬૮ અડસઠ વિજ્ય અને ૬૮ અડસઠ રાજધાની છે, તથા ત્યાં ચક્રવર્તિ, બળદેવ અને વાસુદેવ ૬૮-૬૮ જ છે. વિમલનાથ અહ"ત પ્રભુની શ્રમણ સંપત્તિ ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૬૮૦૦૦ (અડસઠ હજાર) હતી.
ભાવાર્થ-આ સૂત્રદ્વારા સૂત્રકારે ૬૮ અડસઠ સંખ્યાવાળાં સમવાયાંગોનું કથન કર્યું છે. ધાતકી ખંડમાં ૬૮ અડસઠ ચક્રવતિ વિજય છે. અને તેમની રાજધાની પણ ૬૮ અડસઠ છે. ચેત્રીસમાં સમવાયમાં એ વાત બતાવી દેવામાં આવી છે કે ચક્રવતિ દ્વારા વિજેતવ્ય ચેત્રીસ ક્ષેત્રખંડ છે, જે ક્ષેત્ર ખડે મહાવિદેહ ભરત એરવતમાં છે. જંબુદ્વીપમાં મેરુ આદિ જેટલી સંખ્યામાં છે તેનાથી બમણી સંખ્યામાં તેઓ ધાતકીખંડ નામના બીજા દ્વીપમાં છે. અને પુષ્પરાર્ધમાં બંધી રચના ધાતકીખંડ પ્રમાણે જ છે. તેથી મહાવિદેહક્ષેત્રના ૩ર બત્રીસ ભરતક્ષેત્રનું ૧, અને અરવતક્ષેત્રનું ૧, એ પ્રમાણે ત્રણેમાં મળીને જે ૩૪ ચોત્રીસ વિજેતવ્ય ક્ષેત્ર છે. તે ધાતકખંડમાં બમણો થઈ જાય છે, એટલે કે ૬૮ અડસઠ થાય છે કારણ કે ત્યાં બે મેરુ, બે મહાવિદેહ, બે ભરતક્ષેત્ર અને બે એરવતક્ષેત્ર છે. આ રીતે ધાતકીખંડમાં ૬૮ અડસઠ ચક્રવતિ વિજેતવ્ય ક્ષેત્રો છે, એ વાત સ્પષ્ટ થાય છે. તેમની રાજધાનીઓ પણ એટલી જ (૬૮) અડસઠ થાય છે. જમ્બુદ્વીપમાં વધારેમાં વધારે
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૯૭