Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ જ રીતે પુષ્કરાઈ માં પણ બે છે. તેથી ઈષકાર પર્વત કુલ ૪ ચાર છે. આ રીતે ૩૫ પાંત્રીસ વર્ષ–૩૦ વર્ષધર-૪ ઈષકારનો સરવાળો ઓગણોતેર (૬૯) થઈ જાય છે લવણસમુદ્રની પશ્ચિમ દિશામાં ૧૨ હજાર જનને ઘેરીને આવેલા તથા ૧૨ હજાર જન પ્રમાણના તથા સુસ્થિત નામના લવણસમુદ્રાધિપતિના ભવનથી સુશભિત એવા ગૌતમ દ્વીપના પાશ્ચાત્યચરમાન્ત (પશ્ચિમના અન્તિમ) ભાગથી મંદિર પર્વતને પાશ્ચાત્ય સમાંત ભાગ ઓગણોતેર (૬૯) હજાર જન દૂર છે. મોહનીયમ સિવાયના સાત કર્મોની ઉત્તર પ્રકૃતિ ગણતર(૬૯) છે. તે આ પ્રમાણે છે—જ્ઞાનાવરણયની ૫ પાંચ, દર્શનાવરણયની ૯ નવ, વેદનીયકર્મની ચાર નામકર્મની ૪૨ બેંતાલીસ, ગોત્રકમની ૨ બે, અને અત્તરાયકર્મની ૫ પાંચ.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા ઓગણોતેર (૬૯) સંખ્યાવાળાં સમવાનું કથન કર્યું છે, જે આ પ્રમાણે છે–જબૂદ્વીપ, ધાતકીખંડ, અને પુષ્પરાર્ધરૂપ અઢી દ્વીપમાં ૩૫ પાંત્રીસ વર્ષ ક્ષેત્ર, ૩૦ ત્રીસ વર્ષધર પર્વત અને ૪ ચાર ઈષકાર પર્વત કહેલ છે, તે જ બુદ્વીપની અપેક્ષાએ ધાતકીખંડ અને પુષ્કરાર્ધમાં બમણાં છે, તે દૃષ્ટિએ કહેલ છે. જંબુદ્વીપમાં ૧ મેરૂપર્વત, ૭ વર્ષક્ષેત્ર, ૬ વર્ષધર અને ૪ ઈષકાર પર્વત છે. ધાતકીખંડ તથા પુષ્કરાર્ધમાં તે બધા બમણ છે, એ રીતે અઢીદ્વીપમાં વર્ષ ક્ષેત્રો અને વર્ષ ધોની કુલ સંખ્યા ૬૯ થાય છે. ગૌતમપર્વતને પાશ્ચાત્યચરમાન્ત ભાગ સુમેરૂ પર્વતના પાશ્ચાત્ય ચરમાંત (પશ્ચિમને અંતિમ) ભાગથી ૬૯૦૦૦ ઓગ
સીતેર હજાર યોજન દૂર છે. મેહનીયકર્મ સિવાયનાં ૭ સાત કર્મોની ૯ગસીતેર ઉત્તર પ્રકૃતિ છે. સૂ. ૧૦૮
સત્તર સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર સિત્તેર (૭૦) સંખ્યાવાળાં સમવાયોનું કથન કરે છે “સમજે भगवं महावीरे' इत्यादि।
ટીકાર્ય-શ્રમણ ભગવાન મહાવીરે ચોમાસાના ૧ એક માસ અને ૨૦ વીસ દિવસ વ્યતીત થયા પછી પર્યુષણ કર્યા અને બાકીના સિત્તેર દિવસ પૂરાં થતાં ચાતુમાસ પૂર્ણ કર્યું. પુષશ્રેષ્ઠ પાર્શ્વનાથ અહત પ્રભુએ બરાબર સિત્તેર (૭૦) વર્ષ સુધી શ્રમણાવસ્થાનું પાલન કરીને સિદ્ધપદ પ્રાપ્ત કર્યું. બુદ્ધ થયાં, સંસારથી મુક્ત થયાં અને સમસ્ત દુખેને નાશ કર્યો. વાસુપૂજ્ય અહંત પ્રભુ ૭૦ સોરોર ધનુષ પ્રમાણ ઊંચા હતા. મોહનીયકર્મની કર્મ સ્થિતિ અને કર્મનિષેકકાળ આખાધાકાળની ગણતરી ન કરીએ તે સીતેર (૭૦) કોડા કેડી સાગરેપમાને છે. તેનું સ્પષ્ટીકરણ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૦૦