Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ ભિક્ષાઓ દ્વારા તે ભિક્ષુપ્રતિ મા યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ, પૃષ્ટ અને પળાતી થકી, શોધિત, તીણ અને કીર્તિત થતી, તીર્થકરની આજ્ઞાનુસાર યોગ્ય રીતે આરાધિત થાય છે. અહીં જે “નાવ” શબ્દ આવે છે તેથી “હા, ગામ, સિયા, પરિયા, સોફિયા, તીરિવા, ક્રિક્રિયા, કમ બાણ વાહિયા વિ” પદે ગ્રહણ કરાયેલ છે. અમરેન્દ્રના ચોસઠ હજાર આવાસ કા છે. અસુરકુમારોના ચેસઠ (૬૪) લાખ આવાસ–ભવન કહેલ છે. સમસ્ત દધિમુખ પર્વત પયંકના આકારના છે, અને તેમને વિધ્વંભ સર્વત્ર એક સરખે છે, તથા તેમના ઉત્સધ ચોસઠ હજાર યોજનને છે. જંબુદ્વીપથી નંદીવર નામને જે આઠમો દ્વીપ છે. તેમાં તે દધિમુખ પર્વતો આવેલા છે. તે આ પ્રમાણે છે–ત્યાં ચારે દિશાઓમાં જે ચાર અંજનમુખ પર્વતે છે, તે પ્રત્યેકની ચાર ચાર વાવડીઓ છે. તેમની વચ્ચે એક એક દધિમુખ નામને પર્વત છે. વિષ્કસ એટલે પહોળાઈ તે બધા પર્વત પહોળાઈમાં એક સરખા છે. પણ ઉલ્લેધ-ઊંચાઈની બાબતમાં તેમની વચ્ચે તફાવત છે. એટલે તે બધાની ઊંચાઈ ચોસઠ હજાર જનની છે. સૌધર્મ, ઇશાન, અને બ્રહ્મલેક, એ ત્રણે કલ્પમાં મળીને ચોસઠ લાખ વિમાને છે. સૌધર્મ ક૯૫માં ૩ર બત્રીસ લાખ, ઈશાનક૯પમાં ૨૮ અઠયાવીસલાખ, અને બ્રહ્મલેક ક૯૫માં ૪ ચાર લાખ તે ત્રણેના વિમાનને સરવાળે (૩૨-૨૮-૪) = (૬૪) લાખ થાય છે. ચાર અન્તવાળી ભૂમિ પર પિતાનું શાસન ચલાવનાર ચક્રવતિ રાજાને હાર ચોસઠ સેરવાળા હોય છે. તે હાર બહુ મૂલ્યવાન હોય છે, અને મેતી તથા મણિયોને બોલે હોય છે. સૂ. ૧૦૩
પંસઠ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સત્રકાર પાંસઠ (૬૫) સંખ્યાવાળાં સમવાયનું કથન કરે છે–
દીવે
ટીકાર્ય–જબૂદ્વીપ નામના દ્વિીપમાં પાંસઠ (૬૫) સૂર્યમંડળ કહ્યાં છે, ભગવાન મહાવીરના સાતમા ગણધર સ્થવિરપમૌર્યપુત્ર, પાંસઠ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ પાળીને દીક્ષિત થઈ અણગારાવસ્થા યુકત થયા હતા. સૌધર્મ લેકની મધ્યમાં આવેલ ત્યાંના ઈન્દ્રના નિવાસસ્થાનરૂપ સૌધર્માવલંસક વિમાન છે. તેની પ્રત્યેક દિશામાં પાંસઠ પાંસઠ નગરનાં આકારનાં સ્થાને આવેલાં છે, એમ કહેલ છે. સૂ. ૧૦૪
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૯૨