Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દારા બાવન સમવાયનું કથન કર્યું છે. તેમાં તેમણે મોહનીય કર્મના જે ક્રોધ, આદિ બાવન નામ બતાવ્યાં છે તેમાં પહેલેથી વિવાદ સુધીનાં દસ નામ ક્રોધ કષાયનાં છે. “માનથી લઈને ઉનામ સુધી ૧૧ નામ માન કષાયનાં છે “માયાથી લઈને સાતિગ સુધીના સત્તર (૧૭)નામ માયા કષાયનાં છે. અને લેભથી લઈને રાગ સુધીના ચૌદ (૧૪) નામ લેભકષાયના છે. આ રીતે મેહનીય કર્મના અવયવરૂપ ક્રોધાદિક કષાયેના બાવન (૫૨) નામ છે મેહનીય કર્મના નથી છતાં પણ સૂત્રકારે તેમને મેહનીય કર્મના નામે કહ્યાં છે તે અવયવમાં સમુદાય—અવયવીના ઉપચારથી કહેલ છે. બાકીનાં પદોનો ભાવાર્થ સરળ છે. સૂ. ૯૧
તિરપન સમવાયમે દેવકુ ઉત્તરકુરુક્ષેત્રને જીવા આદિ કાનિરૂપણ
હવે સૂત્રકાર તેપન (૫૩) સંખ્યાવાળાં સમવાયો બતાવે છે." उत्तरकुरुयाओ इत्यादि ! ।
ટીકાર્થ– આયામ(લંબાઈ)ની અપેક્ષાએ દેવકુરુ અને ઉત્તરકુરૂ અને ક્ષેત્રની બને જવાઓ ૫૩–૫૩ તેપન તેપન) હજાર એજનથી થોડી વધારે કહી છે. મહાવિન મવન અને રૂકમી પર્વતની જીવાઓ આયામની અપેક્ષાએ ૫૩૯૩૧ ૬/૧૯ોજનની કહેલ છે. શ્રમણ ભગવાન મહાવીરના તેપન (૫૩) અણગાર કેવલ એક જ વર્ષની દીક્ષા પર્યાય પાળીને વિજય વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ, એ પાંચ વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયેલ છે. તે વિમાનમાં સદાકાળ અત્યંત ઉત્સવ રહે અને તે અત્યંત વિસ્તીર્ણ છે. સંમૂર્છાિમ ઉર પરિસર્પોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેપન (૫૩) હજાર વર્ષની કહી છે
ભાવાર્થ–શ્રમણ ભગવાન મહાવીરના તેપન અણગારે એક વર્ષની દીક્ષા પર્યાય પાળીને વિજય આદિ પાંચ અનુત્તર વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયાં છે. એ પ્રમાણે સૂત્રકારે આ સૂત્રમાં કહ્યું છે પણ તે મુનિનાં નામે પ્રસિદ્ધ છે. તથા પાંચ વિમાનમાં કેટલા મુનિ કયાં કયાં ઉત્પન્ન થાય છે. તે પણ અપ્રસિદ્ધ છે. અનુત્તરેષપાતિક અંગમાં જે૧૩ તેર મુનિ બતાવ્યા છે તે તે ઘણું પર્યાયવાળા કહેલ છે. આ પાંચ તેમાંનાં મુનિયે નથી. બાકીનાં પદેને ભાવાર્થ સરળ છે. સૂ. ૯રા
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૮૦