Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઈકસઠ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર એકસઠ (૬) સંખ્યાવાળાં સમવાયે પ્રગટ કરે છે-“વાસંવરरियस्स णं' इत्यादि !
ટીકાઈહતુ માસથી ગણતરી કરી શકાય તેવા તથા પાંચ સંવત્સરથી બનેલા એવા એક યુગના એકસઠ (૬૧) ઋતુમાસ થાય છે તેને ભાવાર્થ આ પ્રમાણે છે–પાંચ સંવત્સરોનો એક યુગ થાય છે. તે પાંચ સંવત્સર નીચે પ્રમાણે છે.(૧)ચન્દ્ર સવત્સર(૨)ચન્દ્રસંવત્સર(૩)અભિવતિસંવત્સર(૪) ચન્દ્ર સંવત્સર અને (૫)અભિવદ્ધિત સંવત્સર ચન્દ્ર સંવત્સરમાં બાર ચંદ્રમાસ હોય છે. એક ચંદ્રમાસમાં ર૯ ૩૨/૬૨ અહોરાત્ર-દિવસરાત્ર હોય છે. ચન્દ્રમાસ કૃષ્ણપક્ષની પ્રતિપદા (એકમ) થી શરૂ થઈ પૂનમે પૂરો થાય છે. એક ચંદ્રસંવત્સરમાં ૩૫૪ ૧૨/૬૨ દિનરાત હોય છે. તથા બાર અભિવતિ માસનું એક અભિવતિ સંવત્સર થાય છે. એક અભિવદ્વિત માસમાં ૩૧ ૧૨૧/૧ર૪ અહેરાત્ર-દિવસરાત હોય છે. તેના બાર ગણું કરવાથી ૩૮૩ ૪૪/૬૨ અહોરાત્ર થાય છે. એ રીતે અભિવતિ સંવત્સરના ૩૮૩ ૪૪/૨ દિનરાત થાય છે. એ પ્રમાણે ત્રણ ચંદ્રસંવત્સર (ચાન્દ્ર વર્ષો) અને બે અભિવદ્ધિત સંવત્સર (અધિક માસવાળાં વર્ષો) ના અહેરાત્રને સરવાળે કરતાં ૧૮૩૦ એકહજાર આઠસે ત્રીસ દિનરાત થાય છે. તેને ૧૮૩૦ એકહજાર આઠસો ત્રીસ ઋતમાસના ૩૦ દિનરાત વડે ભાગતાં એકસઠ (૬૧) રૂતુમાસ આવે છે. આ રીતે એક યુગમાં એકસઠ (૬૧) રૂતુ માસ હોય છે તે વાત સાબિત થઈ જાય છે. સુમેરુ પર્વતનો પહેલે કાંડ એકસઠ હજાર (૬૧૦૦૦) જન ઊંચે છે. નવાણું હજાર
જન પ્રમાણવાળ સુમેરુ પર્વત બે ભાગમાં વહેંચાયેલ છે. તેમાં પહેલો ભાગ એકસઠ હજાર જનની ઊંચાઈ છે અને બીજો ભાગ આડત્રીસ હજાર જન ઉંચે છે. આ વાત ૩૮ આડત્રીસ સંખ્યાવાળાં સમવામાં દર્શાવવામાં આવી ગઈ છે. ક્ષેત્ર માસમાં તે મૂળની સાથે ૧ લાખ ચોજન પ્રમાણવાળે સુમેરુ પર્વત ત્રણ ભાગમાં વિભકત કરેલ છે. તેમાંને જે પહેલો ભાગ છે તે એક હજાર યોજનને છે અને જમીનની અંદર છે, બીજો ભાગ સાઠ હજાર યોજન છે અને ત્રીજો ભાગ છત્રીસ હજાર એજનને કહેલ છે. જેટલાં ચન્દ્ર મંડળે છે તે બધાં ચન્દ્રમંડળે એક એજનના ૬૧ એકસઠ ભાગમાંથી ૫૬ છપ્પન ભાગ પ્રમાણ છે. ત્યારબાદ અંશેને અભાવ છે. તેથી ચન્દ્રમંડળની સમાંતા કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૮૭