Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દાભીલિપિ, અને (૧૮) બેલિન્દીલિપિ “ઘદરાગા” ને સ્થાને “મહાશિ એ પાઠ પણ કોઈ કઈ સ્થાને મળે છે, તે તેની છાયા “મહાનિકા” છે. “હિતનારિત પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુઓ કહેલી છે. ધૂમપ્રભા નામની પાંચમી પૃથ્વીને વિસ્તાર એક લાખ અઢાર જનને છે. પિષ અને અષાઢ મહિનામાં એક વખત વધારેમાં વધારે અઢાર મુહૂર્તને દિવસ અને એક વાર વધારેમાં વધારે અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. એટલે કે અષાઢ માસમાં અઢાર મુહૂતને દિવસ અને પિષ માસમાં અઢાર મુહૂર્તની રાત્રિ એક વાર થાય છે. સૂ. ૪૩
અઠારહવે સમવાય મેં નારકિર્યો કે સ્થિત્યાદિ કાનિરૂપણ
ટીકાથ–મીતે રૂલ્યારિ ! આ રત્નપ્રભા નામની પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ અઢાર પોપમની કહી છે. અસુરકુમાર દેવોમાં કેટલાક દેવોની સ્થિતિ અઢાર પલ્યોપમની કહી છે. સૌધર્મ અને ઇશાન કોમાં કેટલાક દેવની સ્થિતિ અઢાર પોપમની કહી છે. સહસ્ત્રાર ક૬૫માં દેવેની ઉકૃષ્ટ સ્થિતિ અઢાર સાગરોપમની કહી છે. આનત નામના નવમાં દેવલોકમાં કેટલાક દેવોની જઘન્ય સ્થિતિ અઢાર સાગરેપમની કહી છે જે દેવે (૧) કાલ (૨) અકાલ, (૩) મહ કાલ, અંજન, (૫) રિષ્ટ, (૬) સાલ, (૭) સમાન, મ, (૯) મહામ, (૧૦) વિશાલ, (૧૧)સુશાલ, (૧૨) પદ્મ ગુલ્મ, (૧૪) કુમુદ, (૧૫) કુમુદગુલ્મ, (૧૬) નલિન, [૧૭] નલિનગુલ્મ, (૧૮) પંડરીક અને (૨૦) સહસ્ત્રારાવતંસક. એ વીસ વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે તે દેવની અઢાર સાગરોપમની સ્થિતિ કહી છે. તે દેવે અઢાર અધમાસ બાદ નવ મહિને–બાદા આભ્યન્તરિક શ્વાસે છવાસ ગ્રહણ કરે છે. તે દેવેને અઢાર હજાર વર્ષ વ્યતીત થયા પછી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે દેવેમાં કેટલાક દે એવા પણ હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે. તે દેવો અઢાર મનુષ્ય ભવ લીધા પછી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરશે, બુદ્ધ થશે, મુકત થશે, પરિનિવૃત થશે, અને સમસ્ત દુઃખને અંત કરશે ! સૂ.૪૪
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૦૭