Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને નિઃશ્વાસની પ્રાપ્તિ થાય છે તેને ઉચ્છવાસ નામકર્મ કહે છે. (૧૭) જેના ઉદયથી કુદરતી રીતે અનુણ જીવ શરીર પણ સૂર્ય મંડલ ગત પૃથ્વીકાયિક જીવના શરીરની જેમ ઉષ્ણ પ્રકાશવાળા થાય છે તે કર્મને “આતપન મક્કમ કહે છે. (૧૮) જેના ઉદયથી ઉષ્ણત્વ રહિત જીવ શરીર પણ ચન્દ્ર મડલરત્ન અને ઔષધિના જે શીત પ્રકાશ આપે છે તે કર્મને ઉદ્યોત નામકર્મ કહેલ છે. (૧૯) જેના ઉદયથી જીવ શુભ અને અશુભ ગતિથી યુક્ત બને છે તે કર્મને વિહાગતિ નામકર્મ કહે છે. હંસાદિકના જેવી ચાલ–ગતિ હેવી તે શુભ વિહાગતિ છે અને ગદ્ધા, ઊંટ આદિના જેવી ચાલ હોવી તે અશુવિહાગતિ કહેવાય છે. (૨૦) જે કર્મના ઉદયથી સ્વતંત્ર રીતે ગમન કરવાની શકિત પ્રાપ્ત થાય તે કમને “ત્રસનામકમ” કહે છે, (૨૧) જેના ઉદયથી સ્વતંત્ર રીતે ગમન કરવાની શકિત પ્રાપ્ત ન થાય તે કર્મને સ્થાવરનામકર્મ કહે છે. (૨૨) જેના ઉદયથી ચર્મચક્ષુથી જઈ ન શકાય તેવા સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય તે કમને “સૂક્ષમનામકર્મ કહે છે. (૨૩) જેના ઉદયથી ચર્મચક્ષુ વડે જોઈ શકાય તેવા શરીરની પ્રાપ્તિ થાય તે કર્મને ‘બાદરનામકર્મ કહે છે. (૨૪) જેના ઉદયથી સ્વયેગ્ય પર્યાસિની પૂર્ણતા હોય તે કર્મને પર્યાપ્ત નામકર્મ કહે છે, (૨૫) જેના ઉદયથી જીવને સ્વયોગ પર્યાપ્તિની પૂર્ણતા ન હોય તે કમને અપર્યાપ્ત નામકર્મ કહે છે (૨૬) જે કર્મના ઉદયથી અન ત નું એક જ સાધારણ શરીર હોય તે કર્મને “સાધારણ શરીર નામકર્મ” કહે છે. (૨૭) જેના ઉદયથી જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય તે કર્મને પ્રત્યેક શરીર નામકર્મ કહે છે. (૨૮) જેના ઉદયથી જીવને દાંત આદિ અવયવ સ્થિર રૂપે પ્રાપ્ત થાય તે કર્મને “સ્થિર નામકર્મ કહે છે. (૨૯) જેના ઉદયથી અસ્થિર ભ્ર, જિભ આદિ પ્રાપ્ત થાય તે કર્મને અસ્થિર નામકર્મ કહે છે. (૩૦) જેના ઉદયથી શુભ શિર આદિની પ્રાપ્તિ થાય છે તે કમને શુભનામકમ” કહે છે. (૩૧) જેના ઉદયથી ચરણ આદિ અશુભ અવયવોની ઉત્પત્તિ થાય છે કમને “અશુભનામકર્મ કહે છે. (૩૨) જેના ઉદયથી જ ઉપકાર આદિ ન કરવા છતાં પણ સૌના મનને આનંદ આપે તે કમને “સુભગ”
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૬૯