Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ળીઓ વગેરેની જુદી જુદી રચના થાય છે તે શરીરાંગોપાંગ નામકર્મ છે. પહેલાં ગ્રહણ કરેલ ઔદારિક આદિ પુદ્ગલેની સાથે નવીન ગ્રહણ કરેલ પુદ્ગલેને જે સંબંધ કરાવે છે તેને શરીરબંધનના મકમ કહે છે. (૫) જેના ઉદયથી બદ્ધ પુદ્ગલ વિવિધ આકારમાં વ્યવસ્થિત થાય છે તેને “શરીરસંઘાત નામકર્મ કહે છે (૬) જેના ઉદયથી હાડકાંઓની તે પ્રમાણેની શકિતને કારણરૂપ વિશિષ્ટ રચના થાય છે, તેને સંહનન નામકર્મ કહે છે. (૭) જેના ઉદયથી શરીરને વિવિધ આકાર બને છે, તેને સંસ્થાન નામ કર્મ કહે છે. (૮) જેના ઉદયથી શરીરમાં પાંચ વણું થાય છે તેને વર્ણનામ કર્મ કહે છે. (૯) જેના ઉદયથી શરીરમાં સુગંધ કે દુગધને ઉદય થાય છે તેને ગંધનામકર્મ કહે છે.(૧૦) જેના ઉદયથી શરીરમાં પાંચ રસ ઉદિત થાય છે તે કર્મને રસનામકર્મ કહે છે. (૧૧) જેના ઉદયથી શરીરમાં આઠ પ્રકારના સ્પર્શ અનુભવાય છે તે કમને “સ્પશનામકર્મ કહે છે. (૧૨) જેનાઉદયથી શરીર ગુરૂ કે લઘુ પરિણામ પ્રાપ્ત ન કરતાં અગુરૂ લઘુરૂપે પરિણમે છે તે કમને “અગુરુલઘુનામકર્મ કહે છે. (૧૩) જેના ઉદયથી પિતાના જ શરીરમાં પરિવર્ધમાન પ્રતિ જિહવા, ચોર દાંત આદિક દ્વારા ઉપઘાત થાય છે તે કમને ઉપઘાત નામકર્મ કહે છે. (૧૪) જેના ઉદયથી જીવ અન્યને દર્શન કે વાણીથી નિપ્રભ કરી નાખે તે કમને પરાઘાત નામકર્મ કહે છે. તેના ઉદયથી જીવમાં એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે કે તેને કારણે તે બીજાને માટે દુષ્પષ (અજેય) બની જાય છે. તથા મહાતેજસ્વી બનીને તે દર્શનમાત્રથી અથવા વાણીની ચતુરાઈથી મેટામાં મોટી સભાના શ્રોતાઓને ચક્તિ અને ક્ષભિત કરી નાખે છે. અને ત્યાં વિરધીની પ્રતિભાનું ખંડન કરી પોતાની પ્રતિષ્ઠા જમાવે છે. (૧૫) જેના ઉદયથી જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે તે કર્મને “આનુપૂવી નામકર્મ કહે છે. (૧૬) જેના ઉદયથી જીવને શ્વાસ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૬૮