Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉનચાવે સમવાયમેં ભિક્ષપ્રતિમા આદિ કા નિરૂપણ
ટીકાર્ચ-૪૯ ઓગણપચાસ દિવસોમાં એકસો છ– (૧૯૬) ભિક્ષાથી–એટલે કે ૪૯ ઓગણપચાસ દિવસમાં એકંદરે ૧૬ એકસે છનનું અન્નપાનની દત્તિ ગ્રહણ કરીને સાતમી ભિક્ષપ્રતિમાનું સૂત્રમાં કહ્યા પ્રમાણે આરાધના થાય છે કે એ ગણપચાસ દિવસમાં સાત સપ્તાહ થાય છે. તેમાં પહેલા સપ્તાહનાં પહેલે દિવસે અન્ન અને પાનની ૧-૧ દત્તિ ગ્રહણ કરાય છે. બીજે દિવસે અન્ન અને પાનની બે-બે દત્તિય ગ્રહણ થાય છે. આ પ્રમાણે સાત દિવસ સુધી અન્ન પાનની એક એક દત્તિનો વધારો કરતા કરતાં સાતમે દિવસે અન્નની સાત દત્તિ અને પાનની (પ્રવાહીની) સાત દક્તિ ગ્રહણ કરાય છે. આ રીતે ૧, ૨, ૩, ૪, ૫, ૬ અને ૭ નો સરવાળો ૨૮ અઠયાવીસ થાય છે. આટલી પ્રથમ સપ્તાહની દત્તિઓ થાય છે, ૨૮ અઠયાવીસ દત્તિઓને ૭ સાત વડે ગુણતાં સાત સપ્તાહની એકંદરે ૧૯૬ એક છ– દત્તિ થાય છે. અથવા પ્રથમ સપ્તકમાં પ્રતિદિન અન્નપાનની એક એક દત્તિ લેવાથી કુલ ૭ સાત દત્તિ થાય છે. બીજા સપ્તાહમાં ૨-૨ દરિયો લેવાથી કુલ ૧૪ દત્તિ થાય છે. એ પ્રમાણે સાતમાં સપ્તાહમાં પ્રતિદિન ૭-૭ દત્તિ લેવાથી કુલ ૪૯ દત્તિ થાય છે. આ રીતે પહેલા સપ્તાહની ૭ સાત બીજા સપ્તાહની ૧૪, ચૌદ ત્રીજા સપ્તાહની ૨૧, એકવીસ ચેથા સપ્તાહની ૨૮, અઠયાવીસ પાંચમાં સપ્તાહની ૩૫ પાંત્રીસ છઠ્ઠા સપ્તાહની ૪૨, બેંતાલીસ અને સાતમાં સપ્તાહની ૪૯ ઓગણપચાસ દરિયે મળીને ૪૯ દિવસની ૧૯૬ દત્તિ થાય છે. દેવમુરૂ અને ઉત્તરકુરૂ એ બે ભેગ ભૂમિમાં ૪૯ દિવસમાં મનુષ્ય યૌવનસંપન્ન બની જાય છે. તે ઇન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ દિવસની કહી છે.
ભાવાર્થ–ભિક્ષુ પ્રતિમાઓ બાર હોય છે તેમાં જે સાતમી ભિક્ષપ્રતિમા તેની આરાધના ૪૯ ઓગણપચાસ દિવસમાં થાય છે. તે દિવસે માં અન્નપાનની કુલ ૧૯૬ એક છ— દત્તિ લેવાય છે. વિદેહ ક્ષેત્રમાં મેરુ અને નીલ પર્વતની વચ્ચે અર્ધચંદ્રાકાર ભાગ કે જેની પૂર્વપશ્ચિમ સીમા ત્યાંના બે પર્વતથી નકકી થાય છે, તે ઉત્તર કુને નામે ઓળખાય છે અને મેરૂ તથા નિષધ પર્વતની વચ્ચેનો એવો જ અર્ધચન્દ્રાકાર ભાગ દેવકુને નામે ઓળખાય છે. ઉત્તરકુરૂ અને દેવકુરુ એ બન્ને ક્ષેત્રો વિદેહ ક્ષેત્રોના જ ભાગ છે, છતાં પણ તે ક્ષેત્રોમાં યુગલિકની વસ્તી
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૭૫