Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચાલીસવે સમવાય મેં અરિષ્ટનેમિ અહિતકે સાવિ આદિકા નિરૂપણ
હવે સૂત્રકાર ચાલીસ (૪૦) સંખ્યાવાળાં સમવાયનું કથન કરે છે-“ગો . णं अरिहनेमिस्स” इत्यादि ।
ટીકાર્થ—અહંત અરિષ્ટનેમિ પ્રભુની ચાલીસ હજાર આયિકાઓ હતી. સુમેરુ પર્વતની ચૂલિકાની ઊંચાઈ ચાલીશ (૪૦) જનની કહી છે. શાન્તિનાથ ભગવાન ૪૦ ચાલીસ ધનુષ પ્રમાણ ઊંચા હતા. નાગરાજ ભૂતાનંદ નાગકુમારના ચાલીશ લાખ ભવનાવાસ કહ્યા છે. મુદ્રિકાવિમાન પ્રવિભકિતના ત્રીસ વર્ગમા ૪ (ચાલીશ) ઉશનકાલ બતાવ્યા છે. ફાગણ માસની પૂર્ણિમાને દિવસે સૂય ૪૦ ચાલીસ અંગલપ્રમાણે પૌરૂષી છાયા કરતે ભ્રમણ કરે છે. કાર્તિક પૂર્ણિમાને દિવસે પણ એ જ પ્રમાણે બને છે. મહાશુક્રકલ્પમાં ચાલીશ (૪૦) હજાર વિમાનાવાસ છે. સૂ ૭૯
અંગતાલીસ સમવાય મેંનમિનાથ અર્હતકે સાવિકાર્યો આદિ કાનિરૂપણ
હવે સૂત્રકાર એકતાલીશ (૪૧) સંખ્યાવાળાં સમવાયનું કથન કરે છે– 'नमिस्स णं अरहओ' इत्यादि।
ટીકાર્થ –નેમિનાથ ભગવાનની એકતાલીશ (૪૧) હજાર આર્થિકાઓ હતી. આ ચાર પૃથ્વીમાં એકતાલીશ (૪૧) લાખ નરકાવાસે કહેલ છે, તે આ પ્રમાણે છે-રત્નપ્રભા નામની પૃથ્વીમાં ૩૦ ત્રીસ લાખ. પંકપ્રભામાં ૧૦ દસ લાખ, તમઃપ્રભામાં એક લાખમાં પાંચ ઓછા, અને તમસ્તમામાં પાંચ નરકાવાસ છે. મહતી. વિમાન પ્રવિભકિતના પ્રથમ વર્ગમાં એકતાલીશ (૪૧) ઉદ્દેશનકાળ કહેલ છે. સૂ.૮૦
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૬૬