Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપ્રાપ્તિને જ સાચુ તપ માનીને તેમાં સંતોષ માનવે, તે અલાભપરીષહ કહે છે. (૧૬) રોગ આદિ થતાં વ્યાકુળ ન થતાં તેને સમભાવ પૂર્વક સહન કરે તે રોગપરીષહ છે. (૧૭) સંસ્તારકને અભાવે તૃણે ઉપર શયન કરવું, અને એ રીતે જે કષ્ટ સહન કરવું પડે છે તેને તૃણસ્પર્શ પરીષહ કહે છે. શરીર ઉપર ભલે ગમે તેટલે મેલ લાગ્યો હોય તો પણ તેમાં દુઃખ ન માનવું અને મેલને કારણે ઉત્પન થતાં પરીષહોને સારી રીતે સહન કરવા તેને “નડ્ડારીપદ કહે છે. (૧૯) ગમે તેટલે સત્કાર મળે છતાં પણ તેમાં ફૂલાવું નહીં અને ન મળે તે ખિન્ન ન થવું, તેને “સત્કારપુરસ્કાર પરીષહ કહે છે. એટલે કે બન્ને પ્રકારની પરિસ્થિતિમાં સમ. ભાવ રાખવો તેનું નામ “સત્કાર પુરસ્કાર પરીષહ છે. (૨૦) પ્રતિભાશાળી બુદ્ધિ હોવા છતાં પણ ગર્વ ન કરે અને ન હોય તે દીનતા ન બતાવવી તેનું નામ પ્રજ્ઞાપરીષહ” છે. (૨૧) શ્રતનો અભ્યાસ કરવા છતાં પણ અત્યાદિ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થતા દીનતા બતાવવી નહીં, તેનું નામ “અજ્ઞાનપરીષહ છે. (૨૨) સૂક્ષમ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થતાં સ્વીકાર કરેલ ત્યાગ નિષ્ફળ લાગે ત્યારે વિવેકથી શ્રદ્ધા કાયમ રાખવી અને એવી સ્થિતિમાં પ્રસન્ન રહેવું તે દર્શનપરીષહ. અહીં સૂત્રમાં જે દર્શન પરીષહ કહ્યો છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે – સંશય ઉત્પન્ન થતાં અથવા પરધર્મના આડંબરને જોઈને સમગ્ગદર્શનને નિશ્ચલચિત્તથી ધારણ કરવું ચાલુ રાખવું-એટલે કે આલેક સંબંધી અને પરલેક સંબધી ફળની પ્રાપ્તિ ન થતાં, માનસિક વિકાર ન દેવે તેનું નામ “દર્શનપરીષહ છે. “દષ્ટિા નામનું જે બાર અંગ છે તેના પરિકમ, સૂત્ર પૂર્વગત, પ્રથમાનુયોગ અને ચૂલિકા એ પાંચ પ્રસ્થાન છે. તેમાં જ બીજા પ્રસ્થાન રૂપ સૂત્ર છે, તેમાં દ્રવ્ય પર્યાય આદિ તત્તદર્થ (તે તે અર્થ)ની સૂચનાવાળા હોવાથી ૨૨ બાવીસ સૂત્ર જિનમતાશ્રિત સૂત્ર
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૧૮