Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પચીશ યોજનપ્રમાણ ક્ષેત્રમાં ધાન્યાદિને નુકશાન પહોંચાડનાર ઉંદર આદિ જેને ઉપદ્રવ બંધ થઈ જાય છે, આ ર૭ સત્યાવીસ મો અતિશય થયે.(૨૮)મરકી આદિ મહામારી થતી નથી તે ૨૮ અઠ્ઠાવીસમો અતિશય છે (૨૯) અને (૩૦) સ્વચકકૃત અને પરચકકૃત ઉપદ્રવ થતું નથી (૩૧-૩૨) અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનું ન થવું અને પૂર્વોત્પન્ન ઔત્પતિ (ઉત્પાતો) અનિષ્ટ સૂચક રૂધિરવૃષ્ટિ આદિના કારણરૂપ અનર્થો અને રેગનું શમી જવું, તે ૩૪ ચોત્રીસમો અતિશય છે. ભગવાન તીર્થંકરના ૩૪ત્રીસ અતિશય ઉપર પ્રમાણે છે ડાર્. શા
ચોંતીસવે સમવાય મેં ચકવર્યાદિ કાનિરૂપણ
ટીકાઈ–બૂદી વી” રૂાા બુદ્વીપ નામના દ્વીપમાં ચક્રવવતી દ્વારા વિજેતવ્ય ૩૪ ચોત્રીસ ક્ષેત્રખંડને “વિજય” કહેલ છે. તે આ પ્રમાણે છે. ૩ર બત્રીસ મહાવિદેહમાં છે અને બે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં છે-એટલે કે એક ભરતક્ષેત્રમાં છે અને એક ઐરાવત ક્ષેત્રમાં છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં ૩૪ ચોત્રીસ દીધતાઢય-પર્વત વિશેષ છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં ઉત્કૃષ્ટ પદમા ૩૪ ચોત્રીસ તીર્થકર ઉત્પન્ન થાય છે. તેઓ એક જ સમયે ઉત્પન્ન થાય છે એમ માનવાનું નથી, કારણ કે એક સમયે ચાર જ તીર્થકર ઉત્પન્ન થવાની સંભવિતતા છે. તે આ પ્રમાણે છે-મેરૂપર્વતના શિખર પર પૂર્વ પશ્ચિમ દિશામાં એક એક શિલાતલ છે. બે, બે તીર્થકરેને જ અભિષેક થઈ શકે છે. તેથી પૂર્વ મહાવિદેહમાં બે અને પશ્ચિમ મહાવિદેહમાં બે એ પ્રમાણે કુલ ચાર જ તીર્થકર એક સમયે ઉત્પન્ન થઈ શકે છે. દક્ષિણ અને ઉત્તર દિશામાં તે સમયે દિવસ હોય છે. તેથી ભરતક્ષેત્રમાં અને ઐરાવતક્ષેત્રમાં જિન ભગવાનને જન્મ થતું નથી કારણ કે જિન ભગવાનને જન્મ મધ્ય રાત્રે જ થાય છે. અસુરરાજ ચમર અસુરેન્દ્રના ચોત્રીસ[૩૪]લાખ ભવનાવાસ કહેલ છે. પહેલી, પાંચમી, છઠ્ઠી અને સાતમી ભૂમિમાં ૩૪ ચેત્રીસ લાખ નરકાવાસ કહેલ છે.
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે જે ૩૪ ચોત્રીસ ચક્રવર્તી વિજય બતાવ્યાં છે. દેવકુરૂ અને ઉત્તરકુરૂના ભાગ જેટલું ક્ષેત્ર છોડીને મહાવિદેહનું જે પૂર્વ અને પશ્ચિમ ભાગનું ક્ષેત્ર રહે છે તે દરેક ભાગમાં સોળ સેળ વિભાગ છે. તે પ્રત્યેક વિભાગને વિજય કહે છે. આ રીતે સુમેરૂ પર્વતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ મળીને કુલ ૩૨ બત્રીસ “વિજય થાય છે. તેમાં ભરતક્ષેત્રનું એક અને અરવત ક્ષેત્રનું એક ઉમેરાવાથી કુલ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૬૧