Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૩૪ ચોત્રીસ ચક્રવતી વિજય થઈ જાય છે. એ જ પ્રમાણે દીઘ વૈતાઢયની બાબતમાં પણ સમજવું પહેલી ભૂમિના ૩૦ ત્રીસ લાખ નરકાવાસ. પાંચમી ભૂમિના ત્રણ ૩ લાખ નરકાવાસ, છઠ્ઠીના એક લાખમાં ઓછા નરકાવાસ અને સાતમીના પાંચ નરકાવાસ મળીને કુલ ૩૪ ચોત્રીસ લાખ નરકાવાસ થાય છે. બાકીના પદોને ભાવાર્થ સ્પષ્ટ છે સૂ.૭૩
પૈતીસવે સમવાયમેં સત્યવચન કે પ્રતિશય કા નિરૂપણ
હવે સૂત્રકાર ૩૫ પાંત્રીસ સંખ્યાવાળા સમવાયનું કથન કરે છે–પત્તીસ सचवयणाइसेसा' इत्यादि।
ટીકર્થ–સત્ય વચનના ૩૫ પાંત્રીસ અતિશય કહ્યા છે. તેમના નામ અને તેમનું વિસ્તૃત વર્ણન અમે રચેલી આચારાંગસૂત્રની ચિન્તામણિ ટીકામાંથી જિજ્ઞાસુઓએ જાણું લેવું. કુંથુનાથ ભગવાનના શરીરની ઊંચાઈ પાંત્રીસ ૩૫. ધનુષ પ્રમાણ હતી. સૌધર્મ ક૯પમાં-સૌધર્માવતંસક, આદિ વિમાનમાં-સુધર્માસભા ઉપપાતસભા, અભિષેકસભા, અલંકારસભા, અને વ્યવહાર સભા, એ પ્રકારની પાંચ સભાઓ છે. તેઓમાંની જે સુધર્માસભા છે તેના મધ્ય ભાગમાં મણિપીઠિકાની ઉપર માણવક નામને ચેત્યસ્તંભ છે તે સાઠ (૬) જન પ્રમાણે છે. તેની નીચે તથા ઉપરના ૧૨ા૧ જનને છોડીને બાકીના ૩૫ પાંત્રીસ એજનમાં વજના બનેલા ગોળાકાર સંપુટપાત્ર વિશેષમાં જિનેન્દ્રોના અસ્થિ પ્રજ્ઞપ્ત થયેલ છે. બીજી અને ચોથી, એ બે પ્રવીઓમાં પાંત્રીસ (૩૫) લાખ નરકાવાસ કહેલ છે. સૂ. ૭૪
છત્તીસવે સમવાયમેં ઉત્તરાધ્યયનકે અધ્યયન આદિ કે નામ કા નિરૂપણ
હવે સૂત્રકાર ૩૬ છત્રીસ સંખ્યાવાળા સમવાયનું કથન કરે છે-“છત્તીસ ઉત્તરદ્ઘાળા સ્થા િ.
ટીકાઈ–ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ [૩૬] અધ્યયને ભગવાને કહેલ છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૬૨