Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનેz શબ્દ, સ્પર્શ, રસ, રૂ૫ રને ગંધનો પ્ર દુર્ભાવ થાય છે તે વીસમો અતિશય છે. (૨૧) ઉપદેશ આપતી વખતે ભગવાનની એક જન ગામી મનેહરવાણી થાય છે. આ ૨૧ એકવીસમા અતિશય થયે .(૨૨)સુકેમલ એવી અર્ધમાગધી ભાષામાં ભગવાન દ્વારા ઉપદેશ અપાય છે, આ ૨૨ બાવીસમો અતિશય છે.(૨૩)પ્રભુ દ્વારા બોલાચેલ અર્ધમાગધી ભાષાનું આય. અનાર્ય, દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરીસૃપ (પેટે ચાલતાં સર્પો), એ બધાને માટે પોતપોતાની ભાષારૂપે હિત, શિવ અને સુખદ સ્વરૂપમાં પરિણમન થવું એટલે કે જે અર્ધમાગધી ભાષામાં પ્રભુનો ઉપદેશ થાય છે તે ભાષા આર્ય, અનાર્યજન, પશુ આદિ જ પિત પિતાની ભાષામાં સમજી જાય છે, અને તેની મદદથી તેઓ આત્મકલ્યાણના માર્ગે ચડે છે. દ્વિપદથી મનુષ્ય અને ચતુષ્પદથી ગાય આદિ જાનવર ગ્રહણ કરેલ છે. છતાં પણ સૂત્રકારે મૃગ આદિ પદનો જે અલગ પ્રયોગ કર્યો છે તે તેમના વિશેષ ભેદે દર્શાવવાને માટે છે. એ જ વાત આર્ય અને અનાય પદો વિષે પણ સમજી લેવી. એટલે કે આર્ય અનાર્ય પદેથી જે કે દ્વિપદોનું ગ્રહણ થઈ જાય છે, છતાં પણ દ્વિપદથી જે તેમનું સ્વતંત્ર કથન કર્યું છે તે સામાન્ય કથન છે એમ સમજવું. સરીસૃપ” પદથી ઉરઃ પરિસ અને ભુજપરિસર્પોને ગ્રહણ કરાયેલ છે. આ તેવીશમો અતિશય થયો (૨૪) પૂર્વબદ્ધ વૈરભાવવાળાં–શાશ્વત દુશ્મનાવટ ધરાવનારા છ દેવ અસુર, નાગ સુવર્ણ યક્ષ, રાક્ષસ, કિન્નર, કિં પુરુષ, ગરુડ, ગંધવ અને મહેરો અહ ત ભગવાનન ચરણ આગળ પ્રસન્ન અંત:કરણ અને પ્રસન્ન મને ધર્મોપદેશનું શ્રવણ કરે છે. ભગવાનને એ અતિશય (ભાવ) છે કે કુદરતી રીતે જ પરસ્પર વૈરભાવ રાખતા છે પણ એક જ જગ્યાએ બેસીને તથા વૈરભાવને ત્યાગ કરીને ભગવાનની વાણી સાંભળે છે. અહીં દેવ પદ વૈમાનિક દેવ માટે વપરાયું છે. અસુરકુમાર અને નાગકુમાર, એ ભવનપતિના ભેદે છે. “સુવર્ણ” પદથી સુંદર વર્ણવાળા તિષીદેવે સમજવાના છે. યક્ષ, રાક્ષસ, કિન્નર, કિ પુરૂષ, એ બધા વ્યતર દેવના ભેદ છે. ગરૂડનું ચિન જેને છે એવા સુપર્ણકુમાર “ગરૂડ પદથી ગ્રહણ કરાયા છે. ગરૂડ ભવનપતિને એક ભેદ છે. ગંધવ અને મહારગ, એ વ્યતર જાતિના દેવો છે. આ ચોવીસમ અતિશય થયો. (૨૫) અન્યતીથિક પ્રવચનકારાનું આવતાં જ પ્રભુને વંદન કરવું, તે ૨૫ પચીસમ અતિશય છે. (૨૬)ભગવાનને એ અતિશય છે કે તેમની સમક્ષ આવતાં જ અભિમાની લેકેનું અભિમાન ઓગળી જાય છે. અન્યતીથિક પ્રાચનિકોનું અહિતને ચરણે આવતાં જ નિત્તર થવું તે ૨૬ છવીસમ અતિશય છે. (ર) જ્યાં જ્યાં અહત ભગવાન વિહાર કરે છે. ત્યાં ત્યાં ચારે દિશાઓમાં પચીશ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૬૦