Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(1) ક્ષમ, (૨) અજિત, (૩) સંભવ, (૪) અભિનંદન, (૫) સુમતિ, (૬) પ્રધ્રપ્રભ (૭) સુપાર્શ્વ, (૮) ચંદ્રપ્રભા, (૯) સુવિધિ, (૧૦) શીતલ, (૧૧) શ્રેયાંસ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) વિમલ. (૧૪) અનંત, (૧૫) ધર્મ, (૧૬) શાંતિ (૧૭) કુન્દુ, (૧૮) અર, (૧૯) મલ્લી, (૨૦) મુનિસુવ્રત, (૨૧) નમિ, (૨૨) નેમી, (૨૩) પાર્શ્વ અને (૨૪) વદ્ધમાન.
કુલ હિમવંત અને શિખરી એ બે વર્ષધર પર્વતની જીવાઓ-પ્રત્યંચાએ જંબુદ્વીપ રૂપ વૃતક્ષેત્રની મધ્યમાં વર્ષ અને વર્ષધની સમાન સીમાઓ-જે દેરી ચડાવેલા ધનુષ્યની પ્રત્યંચા જેવી છે–તેથી છવા એવું જેનું નામ પડયું છે-તે લંબાઈમાં ૨૪૯૩ર વીસ હજાર નવસો બત્રીસ યોજન અને એક જન અને એક યોજનના આડત્રીસમાં ભાગથી સહેજ વધારે છે. એટલે કે બે પર્વતેની પ્રત્યેક જીવાનું તે પૂર્વોકત પ્રમાણ છે. અમરેન્દ્ર આદિક દેથી અધિષ્ઠિત દેવસ્થાને ૨૪ ચોવીસ કહ્યાં છે–એટલે કે ભવન પતિનાં દસ, વન્તરનાં આઠ, તિકનાં પાંચ અને વૈમાનિક દેવેનું એક, એમ કુલ ર૪ ચોવીસ સ્થાને છે. કલ્પવાસી દેવનાં સ્થાનની ઉપર બાજી જેટલાં સ્થાનો છે. તેમાં ઈન્દ્રો જ રહે છે. કેઈ એવું રહેતું નથી કે જેની ઉપર બીજો કોઈ ઈન્દ્ર હોય એટલે કે ત્યાં સ્વામી સેવક જેવું હોતું નથી-બધા ઈન્દ્રો જ રહે છે. ત્યાં કઈ પુરોહિત પણ નથી, કારણ કે તે સ્થાન સર્વદા ઉપદ્રવથી રહિત હોય છે. ઉત્તરાયણગત સૂર્ય સંક્રાન્તિને દિવસે ર૪ ચોવીસ અંશુલ પ્રમાણ પૌરુષી છાયા કરીને મંડલાન્તરમાં પ્રવેશ કરી જાય છે ગંગા અને સિંધુ, એ એ નદીઓનાં નિગમ સ્થાનને વિસ્તાર ર૪ ચોવીસ કેશથી છેડો વધારે કહેલ છે. અહીં “પ્રવાહશબ્દથી નિગમ સ્થાન ગ્રહણ કરાયું છે. એ જ રીતે રકતા અને રકતવતી, એ બે નદીઓનાં નિગમ સ્થાનને વિસ્તાર પણ ૨૪ ચોવીસ કોશથી વધારે કહ્યા છે. સૂ. ૫૪
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૨૩