Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સહિત આચારાંગના ૨૫ પચીસ અધ્યયન કહ્યાં છે. તે આ પ્રમાણે છે–(૧) શસ્ત્ર પરિણા (૨) લેક વિજય, (૩) શીતષ્ણીય, (૪) સમ્યકત્વ, (૫) આવન્તી-લોકસાર, (૬) ધૃત, (૭) વિમેહ, (૮) ઉપધાન શ્રત,(૯)મહાપરિજ્ઞા, (૧૦) પિપૈષણા,(૧૧)શપ્યા (૧૨) ઈર્થી (૧૩) ભાષાધ્યયન,(૧૪)વસ્ત્રષણા,(૧૫) પારૈષણા,(૧૬) અવગ્રહ પ્રતિમા (૧૭ થી ૨૩) સતૈકક નામના સાત અધ્યયન (ર૪) ભાવના અને(૨૫) વિમુકિત.
- મિથ્યાષ્ટિ વિકસેન્દ્રિય, અપર્યા'તક, સંકિલષ્ટ પરિણામી જીવ નામકર્મની ૨૫ પચીસ ઉત્તર પ્રકૃતિને બંધ બાંધે છે, તે પ્રકૃતિ આ પ્રમાણે છે. (૧) તિર્યગૂ ગતિ નામ કર્મ, (૨) વિકલેન્દ્રિય જાતિ નામ કર્મ, (૩) ઔદ્યારિક-શરીર નામકર્મ, (૪) તેજસ શરીર નામ કર્મ, (૫) કામણ શરીર નામ કર્મ, (૬) હંડક સંસ્થાન નામકર્મ, (૭) ઔદારિક શરીરાંગોપાંગ નામકર્મ (૮) સેવા સંહનન નામકર્મ, (૯) વણું નામકર્મ, (૧૦) ગંધ નામકર્મ, (૧૧) રસ-નામકર્મ, (૧૨) સ્પર્શ નામકમ (૧૩) તિર્યગાનુપૂર્વી નામકમ, (૧૪) અગુરુલઘુનામકર્મ, (૧૫) ઉપઘાતન મકર્મ, (૧૬) ત્રસ નામકર્મ, (૧૭) બાદર નામકર્મ, (૧૮) અપર્યાપ્તક નામકર્મ, (૧૯) પ્રત્યેકશરીરનામકર્મ, (૨૦) અસ્થિર નામકર્મ, (૨૧)અશુભ નામકર્મ, (૨૨) દુર્ભાગ નામકર્મ, [૨] અનાદેય નામકર્મ, (૨૪) અયશઃ કીતિ નામકર્મ અને ૨૫ નિર્માણ નામકર્મ. ગંગા અને સિધુ, એ બન્ને નદીએ પદ્મ સરોવરમાંથી નીકળે છે. તેમને પ્રવાહ પચ્ચીશ કોશ સુધી વિસ્તૃત છે. પૂર્વ દિશામાંથી ગંગા અને પશ્ચિમ દિશામાંથી સિંધુ નદી નીકળે છે. એટલે કે ક્ષેત્રને વિભાગ કરનારા જે છ પર્વત છે તે પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા છે. હિમવાન પર્વતના પૂર્વ ભાગમાંથી ગંગા નદી અને પશ્ચિમ ભાગમાથી સિંધુ નદી નીકળે છે. તે બને નદીએ પાંચ સો પાંચ સે યોજન એ પર્વત પર વહે છે. પછી દક્ષિણ દિશામાં વહીને એ બને નદીઓના પ્રવાહ સ યોજનની ઊંચાઈ વાળા હિમવાન પર્વત ઉપરથી પ્રપાત (ધધ) રૂપે હદ (સરોવર) માં પડે છે. તે પ્રવાહ ધડાકાના જેવાં મુખવાળાં અને ૨૫ પચીસ કેશ સુધી વિસ્તૃત જીભવાળા મગરના મુખાકાર પ્રણાલથી પ્રવૃત્ત હોય છે અને જેને આકાર મોતીના હાર જેવું છે. એ જ પ્રમાણે રકત અને રકતવતી એ બને નદીઓના
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૨૬