Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આચારમાં સાધુથી દાખ થઈ જાય તે ૫ચ રાત્રિ આદિનું પ્રાયશ્ચિત્ત અપાય છે. આ પ્રકારનું પ્ર યશ્ચિત જો કેાઈ દેષિત સાધુને અપચુ હાય અને પછી પણ જો તેના વર્લ્ડ માસશુદ્ધિને પાત્ર દોષ વિશેષ થઇ જાયતે। તેને ગુરૂ એક માસનું વધુ પ્રાયશ્ચત્ત આપે છે. આ રીતે એક પ્રાયશ્ચિત્ત કર્યાં પછી માસવર્ડન ચેાગ્ય જે બીજી પ્રાયશ્ચિત્ત કરાય છે તેને “ માસિકી આરાપણા કહે છે પહેલેથી પ્રાયશ્ચિત્ત ધારણ કર નાર મુનિ જે પંચરાત્ર શુદ્ધિયેાગ્ય અને માસશુદ્ધિ યોગ્ય એ દોષનું સેવન કરે છે. તે તેને પૂર્વે અપાયેલ પ્રાયશ્ચિત્તના સદૂભાવમાં પંચરાત્ર સહિત માસિક પ્રાયશ્ચિત્ત અપાય છે. તેને સંપચરાત્ર માાસકી આરે પણા” કહે છે, એ જ રીતે સદશાત્ર માસિકી આપઞા અને સપચદશ રાત્ર માસિકી આરે પણાનુ તાત્પય` સમજી લેવું સવ`શિત • ત્ર માસિકી આપણા અને સપચીસ રાત્ર માસિકી આરોપાનુ તાપ પણ એ જ પ્રમાણે સમજી લેવું, એટલે કે પ્રાયશ્ચિત્ત ધારણ કરવા છતાં પણ જો તે પ્રાયશ્ચિત્ત વિશિષ્ટ દશરાત્ર શુદ્ધિયેાગ્ય અને માસ શુદ્ધિ ચેગ્ય એ દોષનું આચરણ કરે ત્યાંરે તે મુનિને પુર્વે અપાયેલ પ્રાયશ્ચિત્તના સદભાવમાં (હાજરીમા) દશ રાત્રિ સહિત માસિક પ્રાયશ્ચિત્ત અપાય છે. તેને સદશરાત્ર માસિક આ।પણ કહે છે. પૂર્વ પ્રાયશ્ચિત્તના સદ્ભાવમાં પંદર રાત્રી અને એક માસની શુદ્ધિને યાગ્ય એ દાષાનુ સેવન કરવાથી મુનિજનને જે પ`ચદશ [૧૫] રાત્રિ સહિત માસિક પ્રાયશ્ચિત્ત અપાય છે તેને સપંચદશ રાત્ર માસિકી આરાપણા કહે છે. સર્વિસતિ રાત્ર માસિકી આરાપણામાં ર૦ રાત્રિ સહિત એક માસનુ અને સપચીસ રાત્ર માસિકી આરાપણામાં ૨૫ રાત્રિ સહિત એક માસનુ પ્રાયશ્ચિત્ત અપાય છે. આ રીતે તે માસિક આરાપણાના છ ભેદ છે. દ્વિમાસિકી, ત્રિમાસિકી, અને ચતુર્માસિકી આપણામાં પણ એ જ પ્રમાણે છ ભેદ સમજી લેવાના છે. દ્વિમાસિકી આરાપણામાં બે માસનું, ત્રિમાસિકી આરેપણામાં ત્રણ માસનું અને ચતુર્માસિકી આરેાપણામાં ચાર માસનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે, આ રીતે ચાર માસની આરાપણા સુધીની ચારે આરાપણાના છ છ ભેદ ગણતાં કુલ ૨૪ ચાવીસ ભેદ્ય સિદ્ધ થાય છે. તેમાં ઉપઘાતિકા આરાપણા, કૃત્સ્ના આરાપણા અને અકૃત્સ્ના આરેાપણા, એ ચાર ભેદ ઉમેરતાં કુલ ૨૮
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૩૬