Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કમનું નામ મહામહ છે એવું જિનેન્દ્ર દેવનું કથન છે. બીજું મહનીય સ્થાન આ પ્રમાણે છે-મુખ, નાસિકા આદિ રૂ૫ રન્ધ (છિદ્ર)ને પિતાના હાથથી બંધ કરી દઈને–ત્રસ જીવને તેમાં પૂરી દઈને શ્વાસોચ્છવાસ રૂંધીને જે તેમને મારે છે તે મહામહ કર્મને બંધ બાધે છે. આ મેહનીયનું બીજું સ્થાન છે. ત્રીજું સ્થાન આ પ્રમાણે છે—જે મનુષ્ય અગ્નિ સળગાવીને તેની વચ્ચે જીવોને ઘેરીને રોકી રાખે છે અને પછી તેમને તે અગ્નિમાં સળગાવીને મારી નાખે છે, અથવા તેના ધુમાડાથી ગુંગળાવીને તેમને મારી નાખે છે તે મહામહનીય કર્મ બાંધે છે. આ મેહનીયનું ત્રીજું સ્થાન છે. જે મૂઢ મનુષ્ય સંકિલષ્ટ ચિત્તવાળો થઈને કઈ પ્રાણીના ઉત્તમ અંગરૂપે મસ્તકની ઉપર શસ્ત્ર આદિને પ્રહાર કરે છે અને તેના મસ્તકને છેદાને તેના ટુકડે ટુકડા કરી નાખે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ મોહનીયનું ચોથું સ્થાન છે. જે કોઈ મનુષ્ય ભીના ચામડા આદિરૂપ વેદન વડે કોઈ પ્રાણીના મસ્તકને લપેટીને તેને મારી નાખે છે, તે તીવ્ર અશુભ સાવદ્ય (પાપયુક્ત) કર્મ કરતે હોવાથી પિતાના મહામહનીય કર્મની વૃદ્ધિ કરે છે. આ મહાહનું પાંચમું સ્થાન છે. જે વ્યક્તિ મને ગપૂર્વક કઈ પાગલ પુરુષને બિલ્વાદિક ફળથી અથવા દંડાથી મારીને હસે છે. રાજી થાય છે. તેની મજાક ઉડાવે છે તે પિતાના મહામહનીય કર્મને વધારે છે. આ મોહનીયનું છઠું સ્થાન છે જે કપટી માણસ પિતાની માયાને (કપટને) માયાચારીથી છુપાવે છે. અને જૂઠું બેલીને સૂત્રાર્થને કપટથી સપષ્ટ બતાવતો નથી તે મહામોહનીય કમને સંચય કરે છે. આ મેહનીયનું સાતમું સ્થાન છે. જે વ્યકિત પોતે કરેલ પાપકર્મનું “તમે આ નિંદનીય કૃત્ય કર્યું છે” એમ કહીને બીજી નિર્દોષ વ્યક્તિ પર આરે પણ કરે છે અને એ રીતે તેને કલંકિત કરે છે તે મહામહનીય કમને સંચય કરે છે. આ મોહિનીનું આઠમું સ્થાન છે કોઈ માણસ સભામાં જાણી જોઈને સત્ય અને અસત્ય બનેના મિશ્રણવાળી ભાષાનો ઉપયોગ કરે છે–સત્ય બોલતો નથી. તેની ભાવના એવી હોય છે કે આપસમાં કોઈ પણ રીતે સમજુતી ન થાય. તેઓ બને પરસ્પર લડ્યા જ કરે–તે પ્રકારની ભાવનાથી મિશ્રભાષાને પ્રયોગ કરનાર મનુષ્ય મહામહનીય કમને બંધ બાંધે છે. આ મોહનીયનું નવમું સ્થાન છે. જે નીતિવેત્તા મંત્રી તેના પર વિશ્વાસ મૂકનાર તેના સ્વામી-૨ાજાની રાણીઓને શીલધર્મથી ભ્રષ્ટ કરે. એટલે કે તેમની રાણીઓને પિતાના પંજામાં ફસાવીને તથા તેના સામન્ત આદિને ફોડીને તે રાજાને રાજ્યને અનાધિકારી કહે છે તથા શાસન કરવાથી ઈચછાથી રાજ્યાસને આવતા એવા તે રાજાને વિરોધી અવાજે દ્વારા તિરસ્કૃત કરે છે, અને તે રાજાના ભંડાર, રાષ્ટ્ર, સુહત, સૈન્ય આદિ રાજ્ય અંગે દ્વારા સંપાદિત
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૪૩