Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એમ કહે તો શિષ્યને આશાતના લાગે છે. (૨૭) ગુરૂના વ્યાખ્યાનથી જે શિષ્ય પ્રસન્ન ને થાય તે શિષ્યને આશાતના લાગે છે. [૨૮] ગુરૂના વ્યાખ્યાન કાળે જો શિષ્ય પરિષદને છિન્નભિન્ન કરે તો તેને આશાતના લાગે છે. (૨૯) ગુરૂના વ્યાખ્યાન સમયે હવે ભિક્ષાનો સમય થઈ ગયે” ઈત્યાદિ કહીને વિક્ષેપ કરનાર શિષ્યને આઘાતના લાગે છે. [૩૦] ગુરૂના વ્યાખ્યાનમાં એકઠી થયેલ પરિષદ ઉઠવાન, ભિન્ન થવાના, વ્યવછિન્ન થવાના અને વિખરાવાના પહેલાં સાંભળવાને માટે સભાજનો ઉત્સુક હોય તે પણ એજ ગુરૂજીએ કહેલ કથા બે અથવા ત્રણવાર કહે તે શિષ્યને આશાતના દેષ લાગે છે. (૩૧) ગુરૂની શય્યા અને સંસ્તારકને પ્રમાદથી શિષ્યના પગ વડે સ્પર્શ થઈ જાય છે અને હાથ જોડીને ક્ષમાપના વિના જે શિષ્ય ચાલ્યો જાય તે તેને આશાતના લાગે છે. (૩૨) ગુરૂની શયા-સંસ્મારક ઉપર જે શિષ્ય ઉભો રહે બેસે કે શયન કરે તે તેને આશાતના દેષ લાગે છે. (૩૩) જે શિષ્ય ગુરૂથી ઉંચા આસને કે ગુરૂની બરાબરીના આસને ઉકે, બેસે કે શયન કરે તે તેને આશાતના લાગે છે. “દશાશ્રુતસ્કંધમાં”આ આશાતના વીસ પ્રકારની કહી છે. અસુરેન્દ્ર ચમરરાજ
તેંતીસવે સમવાયમેં સુર્યમંડલકા નિરૂપણ
ચમરની ચમચંચા નામની રાજધાનીમાં પ્રત્યેક દ્વારના બાહ્યપ્રદેશમાં ૩૩-૩૩ તેત્રીસ તેત્રીસ ભૌમ-નગરના જેવા વિશિષ્ટ સ્થાન છે. મહાવિદેહ ક્ષેત્રનો વિસ્તાર ૩૩ તેત્રીસ હજાર યોજનથી છેકે વધારે કહેલ છે,
જે સમયે સૂર્ય સમસ્ત બાહ્ય મંડળમાંથી ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને ભ્રમણ કરે છે. તે સમય તે અહીંના એટલે જબૂદ્વીપના માણસોને કંઈક ઓછા ૩૩ તેત્રીસ હજાર જન અંતરેથી દેખાય છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે.–સૂર્યનાં સમસ્ત મંડળ ૧૮૪ એકસો ચોરાશી છે. તેમાં પ્રત્યેક બે મંડળો વચ્ચે જે અંતર છે તે બે યોજન અને એક જનનાં ૬૧ એકસઠ ભાગમાંથી ૪૮ અડતાલીસ ભાગ પ્રમાણ છે. એટલે કે બે જન અને રૂદિશા અવતાર માગ ૨ ૪૮/૬૧ પ્રમાણ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૫૫.