Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પલ્યેાપમની કહી છે. સૌધમ અને ઇશાન, કલ્પોમાં કેટલાક દેવાની સ્થિતિ ૨૬ છવ્વીસ પલ્યાપમની કહી છે. મધ્યમ મધ્યમ ગ્રેવેયક નિવાસી દેવાની જઘન્ય સ્થિતિ ૨૬. છવ્વીસ સાગરોપમની કહી છે દેવા મધ્યમ અધસ્તન ત્રૈવેયકામાં ઉત્પન્ન થાય છે, તે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૬ છવ્વીસ સાગરાપમની કહી છે. તે દેવા છવ્વીસ અધ માસા–તેર મહિના-બાદ બાહ્ય આભ્યન્તરિક શ્વાસેાચ્છવાસ ગ્રહણ કરે છે. તે દેવોને ૨૬ છવ્વીસ હજાર વર્ષ વ્યતીત થયા બાદ આહાર સજ્ઞા ઉત્પન્ન થાય છે. તેમાં કેટલાક દેવો એવા પણ હોય છે કે જે છવ્વીસ ભવ કર્યો પછી સિદ્ધ પદ પદ્મશે, અનંત જ્ઞાનાદિક આત્મ ગુણાના લેાકતા થશે. આ સંસારથી સથા મુકત થઈ જશે, પરિનિવૃત થશે, અને સમસ્ત પ્રકારનાં દુ:ખાના નાશ કરશે.
ભાવા—સૂત્રકારે આ સૂત્ર દ્વારા ૨૬ છવ્વીસ સ ખ્યાવાળાં સમવાયાનુ કથન કર્યું છે. તેમાં તેમણે દશ શ્રુતસ્કંધના ૧૦ દસ બૃહત્ કલ્પના છે. અને વ્યવહાર સૂત્રના ૧૦ દસ, એ રીતે કુલ ૨૬ છષીસ અેશન કળનું પ્રતિપાદન કર્યું છે. અભવ્ય જીવોને મે હર્નીય કર્મોની ૨૬ છવ્વીસ પ્રકૃતિયા સત્તા પર વિદ્યમાન રહે છે. રત્નપ્રભા પૃથ્વીમાં ૨૬ છવ્વીસ પલ્યાપમની સાતમી પૃથ્વીમાં ૨૬ છવ્વીસ સાગરાપમની, અસુરકુમારમાં ૨૯ ૭૦°સ પલ્ચાપમની અને સૌધમ તથા ઇરાન નિવાસી દેવોની ૨૬ છવ્વીસ પહુચેપમની જે સ્થિતિ બતાવી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ બતાવી છે. એમ સમજવું. મધ્યમ અધસ્તન ત્રૈવેયક નિવાસી દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૬ છવ્વીસ સાગરોપમની હોય છે, એ જ સ્થિતિ મધ્યમ મધ્યમ ચૈવેયક નિવાસી દેવોમાં જધન્ય થઇ જાય છે. એ જ વાતની સૂચનાથે આ ત્રૈવેયક નિવાસી દેવોની જઘન્ય સ્થિતિ ૨૬ છવીસ સાગરોપમની કહી છે. સૂ.પડા
સત્તાઇસને સમવાયમેં અનગાર કે ગુણોં આદિકા નિરૂપણ
હવે સૂત્રકાર સત્તાવીસ(૨૭)સ ખ્યાવાળાં સમવાયેનું વર્ણન કરે છે—સત્તાવીમ इत्यादि
ટીકા-સકળ સંચમી સાધુએના મૂળગુણ ૨૭ સત્તાવીસ કહ્યા છે, જે આ પ્રમાણે છે– (૧)પ્રાણાતિપાતથી વિરકત થવુ,(ર) મૃષાવાદથી વિરકત થવું,(૩) અદત્તાદાનથી વિરકત થવું, (૪) મૈથુનથી વિરકત થવું, (પ) પરિગ્રહથી વિરકત થવુ, (૬) શ્રÀન્દ્રિયને નિગ્રહ કરવેા, (૭) ચક્ષુ ઇન્દ્રિયના નિગ્રહ કરવા (૮) ધ્રાણેન્દ્રિયને નિગ્રહ કરવા
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૩૧