Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૯) જિહવા ઈન્દ્રિયો નિગ્રહ કરે, (૧૦) પશેન્દ્રિયને નિગ્રહ કરવો, (૧૧) ક્રોધનો ત્યાગ કર, (૧૨) માન કષાયને ત્યાગ કરે, (૧૩) માયાયારી કરવાને ત્યાગ કરવો (૧૪) લાભનો ત્યાગ કરવે, (૧૫) અત્તરાત્માની શુદ્ધતા રૂપ ભાવ સત્ય (૧૬) પ્રતિલેખના કિયાના ઉપગ પૂર્વક ના આચરણ રૂપ કરણ સત્ય, (૧૭) મન, વચન, અને કાય, એ ત્રણ ગોની યથાર્થ પ્રવૃત્તિ રૂપ લેગ સત્ય, (૧૮) ઉદયાવલિમાં પ્રવિષ્ટ કોલના નિરોધરૂપ ક્ષમાભાવ, (૧૯) શબ્દાદિક વિષયમાં અનાસકિત રૂપ વિરાગતા (૨૦] મનઃસમાધારણતા, [૨૧ વચન સમાધારણતા, એટલે કે અકુશલ મન, વચન અને કાર્યને નિરોધ કર. (૨૩) જ્ઞાનસંપન્નતા, (૨૪) દર્શન સંપન્નતા (૨૫) ચારિત્ર સંપન્નતા, (૨૬) શીત આદિ વેદનાઓને સારી રીતે સહન કરવી અને ઉપસર્ગ કરનારા મારા શત્રુ નથી પણ કલ્યાણ કારક મિત્ર છે, એ પ્રકારના ભાવના પૂર્વક મરતાં સુધી ઉપસર્ગો આદિ સહન કરવા,
જંબુદ્વીપ નામના દ્વીપમાં અભિજિત નામના નક્ષત્ર સિવાયના બાકીનાં સત્તાવીસ નક્ષત્રો સાથે વ્યવહાર ચાલે છે. અભિજિત નક્ષત્રનો ઉત્તરાષાઢા નક્ષત્ર ચતુર્થ પાદમાં સમાવેશ થતો હોવાથી તેની અલગ ગણતરી કરવામાં આવી નથી. આ વ્યવહાર ફક્ત જંબૂદ્વીપમાં જ ચાલે છે. ધાતકી ખંડ આદિમાં નહીં. પ્રત્યેક નક્ષત્ર મારા સત્તાવીસ રાતદિનને લઈને અહરાવના (દિવસ રાતના) પરિમાણની અપેક્ષાએ કહેલ છે. જેટલા સમય સુધી ચન્દ્ર સત્તાવીશ નક્ષત્રોને ભગવે છે તેટલા સમયને નક્ષત્રમાસ કહે છે. માસના પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે– (૧) નક્ષત્રમાસ, (૨) (૨) ચન્દ્રમાસ, (૩) અધિકમાસ, (૪) ઋતુમાસ અને (૫) સૂર્યમાસ આ માપ અહેરાવની અપેક્ષાએ જ કહેલ છે, સર્વથા નહીં, કારણ કે પ્રત્યેક માસમાં અહરાત્ર સંબંધી ૬૭ સડસઠ ભાગના ૨૧ એકવીસ ભાગ વધે છે. તે ભાગે ૭ સાત કલાક. ૩૧ એકત્રીસ મિનિટ, અને ૧લા સાડીઓગણીસ સેકંડથી સહેજ વધારે થાય છે તેથી એક નક્ષત્રમાસ ૨૭ સત્તાવીસ અહેરાત્ર, ૭ સાત કલાક ૩૧ એકત્રીસ મિનિટ અને ૧૯ા સાડીઓગણીસ સેકંડથી સહેજ વધારે સમય થાય છે. એ જ પ્રમાણે ૩ર૭ અહોરાત્ર, ૧૮ અઢાર કલાક, ૧૫ પંદર મિનિટ અને ૫૪ ચોપન સેકંડથી થોડા વધારે સમયનું નક્ષત્ર વષ થાય છે તેને કેઠો નીચે પ્રમાણે છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૩૨